વિધાન પરિષદમાં ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લેખિત જવાબમાં કહ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં લગ્ન-વિવાહ માટે છોકરીઓના અપહરણના 24 કેસ નોંધવામાં આવ્યા છે. 2021માં આ પ્રકારના કેસમાં 448 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. જેને રાજ્યની શિંદે-ફડણવીસ સરકારે (Shinde-Fadnavis Government) પોતે સ્વીકારી છે. મહારાષ્ટ્ર સરકારે માન્યું છે કે રાજ્યમાં હજી પણ ગરીબ છોકરીઓની ખરીદી અને વેચાણ થાય છે. રાજસ્થાન અને ગુજરાતના અમદાવાદની નજીક ગામડાઓમાં લગ્ન માટે એકથી બે લાખ રૂપિયામાં છોકરીઓનો સોદો થાય છે. વિધાન પરિષદમાં ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લેખિત જવાબમાં કહ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં લગ્ન-વિવાહ માટે છોકરીઓના અપહરણના 24 કેસ નોંધવામાં આવ્યા છે. 2021માં આ પ્રકારના કેસમાં 448 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વિધાન પરિષદના સભ્ય મહાદેવ જાનકરે આ મામલો ઊઠાવ્યો હતો. આના પર દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે એનસીઆરબીની `ક્રાઈમ ઈન ઈન્ડિયા-2021`માં પ્રકાશિત થયેલ રિપૉર્ટ પ્રમાણે, 2021માં 405 કેસમાં 4018 મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં 363 સગીર વયની છોકરીઓ હતી. આ કેસ સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. 21મી સદીમાં જ્યાં મહિલાઓની સાક્ષરતા અને સુરક્ષા પર આટલું બધું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એવા માહોલમાં આ પ્રકારની ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે, શર્મસાર છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આચાર્ય પદવીદાન સમારંભ...
છોકરીઓ થઈ રહી છે ગાયબ
વિધાન પરિષદના સભ્ય વિલાસ પોતનીસ તેમજ સુનીલ શિંદેએ મુંબઈમાંથી ગાયબ થતી છોકરીઓના સંબંધે પ્રશ્ન પૂછ્યો. આ મામલે ફડણવીસે કહ્યું કે 2022માં મહિલા અત્યાચારના કુલ 6133 કેસ નોંધવામાં આવ્યા. મુંબઈમાંથી 1330 સગીર છોકરીઓ ગાયબ થઈ, જેમાંથી 1097 તો મળી ગઈ, પણ 233 છોકરીઓ વિશે હજી કોઈ માહિતી મળી નથી. 2022માં 18 વર્ષથી વધારેની ઊંમરની 4437 મહિલાઓ ગાયબ થઈ, જેમાંથી 1398ની હજી કોઈ જ માહિતી નથી, હજી તેમનું કોઈ ઠેકાણું મળ્યું નથી.