રાજ ઠાકરેનો દીકરો અમિત મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંકણી મતદારો ધરાવતી ભાંડુપ અથવા માહિમ બેઠક પર લડશે એવી ચર્ચા
અમિત ઠાકરે
મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી દિવાળી બાદ યોજાવાની શક્યતા છે ત્યારે ઠાકરે પરિવારમાંથી આદિત્ય ઠાકરે બાદ વધુ એક ઠાકરે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવાની ચર્ચા શરૂ થઈ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેનો પુત્ર અમિત ઠાકરે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. જો અમિત ઠાકરે ચૂંટણી લડશે તો ઠાકરે પરિવારમાં બાળાસાહેબ ઠાકરે પછી ઉદ્ધવ અને રાજ ઠાકરે બાદની ત્રીજી પેઢીમાં બીજો યુવા હશે. મરાઠી કોંકણીની વસ્તી ભાંડુપ અને માહિમમાં વધુ છે એટલે આ બેમાંથી એક વિધાનસભા બેઠક પરથી અમિત ઠાકરેને ઉતારવામાં આવે એવી માગણી MNSના કાર્યકરોએ કરી હોવાનું જાણવા મળ્યું હતું.