નંદુરબાર, જળગાવ, રાવેર, જાલના, છત્રપતિ સંભાજીનગર, માવળ, પુણે, શિરુર, અહમદનગર, શિર્ડી અને બીડમાં રાવસાહેબ દાનવે, પંકજા મુંડે અને અમોલ કોલ્હે સહિતના ઉમેદવારો મેદાનમાં
મતદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે પ્રયાગરાજના વિદ્યાર્થીઓએ રેતશિલ્પ બનાવ્યું છે
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ત્રણ તબક્કામાં અત્યાર સુધી ૨૪ બેઠકો પર મતદાન થઈ ગયું છે; જ્યારે આજે ચોથા તબક્કામાં નંદુરબાર, જળગાવ, રાવેર, જાલના, છત્રપતિ સંભાજીનગર, માવળ, પુણે, શિરુર, અહમદનગર, શિર્ડી અને બીડ સહિતની અગિયાર બેઠક પર મતદાન થશે. આ બેઠકોમાં ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સરેરાશ અનુક્રમે ૬૨.૨૮ ટકા અને ૬૧.૮૨ ટકા મતદાન થયું હતું.
આજે થનારા મતદાનમાં જાલના બેઠકમાં કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાવસાહેબ દાનવે, બીડમાંથી BJPનાં પંકજા મુંડે, શિરુરમાંથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના અમોલ કોલ્હે સહિતના મુખ્ય ઉમેદવારો મેદાનમાં છે.
ADVERTISEMENT
BJPએ ચોથા તબક્કાની ચૂંટણીમાં બીડમાંથી પંકજા મુંડે, નંદુરબારમાં હિના ગાવિત, રાવેરમાં રક્ષા ખડસે અને જળગાંવમાં સ્મિતા વાઘ મળીને ચાર મહિલાઓને ટિકિટ આપી છે.
આ તબક્કામાં ત્રણ બેઠકમાં BJP અને કૉન્ગ્રેસ, બે બેઠકમાં શિવસેના સામે શિવસેના તો બાકીની બેઠકોમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP), નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) વચ્ચે મુકાબલો છે.
2,28,01,151
મહારાષ્ટ્રની અગિયાર બેઠકોનું ભાવિ આટલા મતદારો આજે નક્કી કરશે
298
વિવિધ રાજકીય પક્ષોના આટલા ઉમેદવારો મેદાનમાં છે
મુખ્ય મુકાબલો
નંદુરબાર : BJPનાં હિના ગાવિત સામે કૉન્ગ્રેસના ગોવાલ પાડવી
જળગાવ : BJPનાં સ્મિતા વાઘ સામે ઉદ્ધવ ઠાકરે જૂથના કિરણ પાટીલ
રાવેર : BJPનાં રક્ષા ખડસે સામે શરદ પવાર જૂથના શ્રીરામ પાટીલ
જાલના : BJPના રાવસાહેબ દાનવે સામે કૉન્ગ્રેસના કલ્યાણ કાળે
છત્રપતિ સંભાજીનગર : શિવસેનાના સંદીપાન ભુમરે સામે AIMIMના ઇમ્તિયાઝ જલીલ અને ઉદ્ધવ ઠાકરે ગ્રુપના ચંદ્રકાન્ત ખૈરે એકબીજા સામે છે.
માવળ : શિવસેનાના શ્રીરંગ બારણે સામે ઉદ્ધવ ઠાકરે જૂથના સંયોગ વાઘેરે-પાટીલ
પુણે : BJPના મુરલીધર મોહોળ સામે કૉન્ગ્રેસના રવીન્દ્ર ધંગેકર
શિરુર : શરદ પવાર જૂથના અમોલ કોલ્હે સામે NCPના શિવાજીરાવ આઢળરાવ પાટીલ
અહમદનગર : BJPના ડૉ. સુજય વિખે પાટીલ સામે શરદ પવાર જૂથના નીલેશ લંકે
શિર્ડી : શિવસેનાના સદાશિવ લોખંડે સામે ઉદ્ધવ ઠાકરે જૂથના ભાઉસાહેબ વાકચૌરે
બીડ : BJPનાં પંકજા મુંડે સામે શરદ પવાર જૂથના બજરંગ સોનવણે
છેલ્લી બે ચૂંટણીમાં ક્યાં કેટલું મતદાન થયું હતું?
બેઠક |
૨૦૧૪ |
૨૦૧૯ |
નંદુરબાર |
૬૬.૭૭ ટકા |
૬૮.૬૫ ટકા |
જળગાવ |
૫૮.૦૦ ટકા |
૫૬.૫૫ ટકા |
રાવેર |
૬૩.૪૮ ટકા |
૬૧.૭૭ ટકા |
જાલના |
૬૬.૧૫ ટકા |
૬૪.૭૫ ટકા |
છત્રપતિ સંભાજીનગર |
૬૧.૮૫ ટકા |
૬૩.૫૫ ટકા |
માવળ |
૬૦.૧૧ ટકા |
૫૯.૫૯ ટકા |
પુણે |
૫૪.૧૪ ટકા |
૪૯.૮૯ ટકા |
શિરુર |
૫૯.૭૩ ટકા |
૫૯.૪૪ ટકા |
અહમદનગર |
૬૨.૩૩ ટકા |
૬૪.૭૯ ટકા |
શિર્ડી |
૬૩.૮૦ ટકા |
૬૪.૭૯ ટકા |
બીડ |
૬૮.૭૫ ટકા |
૬૬.૧૭ ટકા |

