આ સાથે જ મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં BJPના ૨૮ ઉમેદવાર થઈ ગયા છે, જે ૨૦૧૯ની ચૂંટણી કરતાં ત્રણ વધુ છે.
ડૉ. હેમંત સાવરા
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ આદિવાસી પ્રધાન દિવંગત વિષ્ણુ સાવરાના પુત્ર ડૉ. હેમંત સાવરાને પાલઘર લોકસભા બેઠકની ટિકિટ ફાળવી હતી. આ સાથે જ અહીંના ત્રણ ટર્મથી સંસદસભ્ય રાજેન્દ્ર ગાવિતનું પત્તું કટ થઈ ગયું છે. પાલઘર લોકસભા બેઠક માટે BJP અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. બુધવારે થાણેની બેઠક શિવસેનાને ફાળવવામાં આવ્યા બાદ નક્કી હતું કે પાલઘરની બેઠક BJPને જશે. એ મુજબ જ ગઈ કાલે પાલઘરની બેઠકની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં BJPના ૨૮ ઉમેદવાર થઈ ગયા છે, જે ૨૦૧૯ની ચૂંટણી કરતાં ત્રણ વધુ છે.


