સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કેટલાક લોકો એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે ‘સમય સાથે આઇડલ ચેન્જ થઈ રહ્યા છે. કદાચ ૨૦૩૦માં હાર્દિક પંડ્યા પોતાને જ પોતાનો આદર્શ ગણશે.’
હાર્દિક પંડ્યા અને ઇરફાન પઠાણ
ભારતીય ઑલરાઉન્ડર્સ અને બરોડાના સ્ટાર્સ હાર્દિક પંડ્યા અને ઇરફાન પઠાણના સંબંધો સારા નથી ચાલી રહ્યા એ વાતનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. BCCI નમન અવૉર્ડ્સ 2026 દરમ્યાન હાર્દિક પંડ્યાને તેના ક્રિકેટ આઇડલનું નામ પૂછવામાં આવ્યું હતું જેના જવાબમાં તેણે વસીમ જાફરનું નામ આપ્યું હતું. ૨૦૧૫માં એક ઇન્ટરવ્યુમાં હાર્દિકે ઇરફાન પઠાણને પોતાનો આદર્શ ગણાવ્યો હતો. અહેવાલ અનુસાર ઇન્ટરનૅશનલ સિરીઝ દરમ્યાન હાર્દિક પંડ્યાની વારંવાર ટીકા કરવા બદલ IPL 2025 કૉમેન્ટરી પૅનલમાંથી તેને બાકાત રાખવામાં આવ્યો હતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કેટલાક લોકો એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે ‘સમય સાથે આઇડલ ચેન્જ થઈ રહ્યા છે. કદાચ ૨૦૩૦માં હાર્દિક પંડ્યા પોતાને જ પોતાનો આદર્શ ગણશે.’
