Local Train Crime: પોલીસે આરોપી રોશની મોરે પાસેથી રૂ. 2.34 લાખની કિંમતના ચોરાયેલા દાગીના પરત મેળવ્યા છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈની લાઈફ લાઇન લોકલ ટ્રેનોમાં (Local Train Crime) મહિલા કોચમાં દાગીનાની ચોરી કરતી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા ટ્રેનમાં મુસાફરી દરમિયાન પ્રવાસીઓના સોનાના દાગીના ચોરી કરતી હતી જેની હવે ધરપકડ કરવામાં આવી છે. સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી) એ મુંબઈ ડિવિઝનની લોકલ ટ્રેનોમાં છ ચેન સ્નેચિંગની ઘટનાઓના સંબંધમાં મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી 23 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. પીટીઆઈએ આપેલી માહિતી મુજબ જીઆરપી દ્વારા બીજી ઑગસ્ટના રોજ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી લોકલ ટ્રેનમાં ચડતી વખતે સોનાની ચેઈન ગુમાવનાર મહિલાની ફરિયાદની તપાસ કરી રહી હતી. આ તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે કુર્લા અને મુંબઈના અન્ય સ્ટેશનો પર આવા ઘણા કિસ્સાઓ થયા હોવાની ફરિયાદ આવી હતી જે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
જીઆરપી ક્રાઈમ બ્રાન્ચના સિનિયર ઈન્સ્પેક્ટર અરશુદ્દીન શેખે જણાવ્યું હતું કે, પોલીસની એક ટીમે સીસીટીવી કૅમેરા સહિતના વિવિધ ઈન્પુટ્સ પર આધાર રાખીને શકમંદોની હિલચાલને ટ્રેક કરી હતી. મુંબઈના થાણે, ભાંડુપ, ઘાટકોપર અને અન્ય સ્ટેશનોના (Local Train Crime) સીસીટીવી ફૂટેજની તપાસ કરતી વખતે, ટીમે આરોપી રોશની મોરે પર નજર રાખી હતી અને દિવા સ્ટેશનના વિસ્તારમાંથી તેની ધરપકડ કરી, એમ તેમણે જણાવ્યું હતું. પોલીસે આરોપી રોશની મોરે પાસેથી રૂ. 2.34 લાખની કિંમતના ચોરાયેલા દાગીના પરત મેળવ્યા છે. આ આરોપી મહિલાએ સ્થાનિક ટ્રેનોમાં મુસાફરી કરતી મહિલાઓને કથિત રીતે નિશાન બનાવે છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું કે મોરે ચેઇન સ્નેચિંગના છ કેસમાં સામેલ હતી.
ADVERTISEMENT
વેસ્ટર્ન રેલવેમાં ગઈ કાલે ચર્ચગેટથી વિરાર જઈ (Local Train Crime) રહેલી ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનમાં બે પ્રવાસીએ ટિકિટ ચેક કરી રહેલા ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE)ની મારપીટ કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ મારપીટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ ચર્ચગેટથી વિરાર તરફ જઈ રહેલી AC લોકલ ટ્રેન બોરીવલી પહોંચી ત્યારે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા અનિકેત ભોસલે અને તેના એક મિત્રે TTE જસબીર સિંહ સાથે ટિકિટ ચેક કરવા બાબતે પહેલાં ઝઘડો કર્યો હતો અને બાદમાં તેને ફાઇટ મારીને શર્ટ ફાડી નાખ્યું હતું. આથી TTEએ મારપીટ કરનારા પ્રવાસીઓને ૧૫૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો. આ ઘટના બાદ નાલાસોપારા રેલવે-સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોએ મારપીટ કરનારા અનિકેત ભોસલે અને તેના મિત્રને ટ્રેનમાંથી ઉતાર્યા હતા અને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે અનિકેત ભોસલેએ માફીનામું લખીને આપ્યા બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. તેના મિત્રને પણ ચેતવણી આપીને જવા દેવામાં આવ્યો હતો.


