Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યંગ કપલ પર જ્યાં હુમલો થયો હતો એ કુર્લા ગાર્ડનના હાલ બેહાલ

યંગ કપલ પર જ્યાં હુમલો થયો હતો એ કુર્લા ગાર્ડનના હાલ બેહાલ

Published : 27 November, 2026 09:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્સ્પેક્શનમાં કચરાના ઢગલા, ગેરકાયદેસર અતિક્રમણ, ગટરનું પાણી ગાર્ડનમાં આવવું, તૂટેલી ફેન્સિંગ અને સ્પષ્ટ સુરક્ષાખામીઓ સહિત અનેક ગંભીર ભૂલો બહાર આવી હતી.

કુર્લા ગાર્ડનના હાલ બેહાલ

કુર્લા ગાર્ડનના હાલ બેહાલ


કુર્લાના પ્રમોદ મહાજન ગાર્ડનમાં છોકરાઓના જૂથ દ્વારા એક યંગ કપલ પર થયેલા હુમલા બાદ બુધવારે માર્કેટ ઍૅન્ડ ગાર્ડન્સ કમિટીનાં અધ્યક્ષ હેતલ ગાલા અને હેલ્થ કમિટીના અધ્યક્ષ હરીશ ભાંદિર્ગે દ્વારા જૉઇન્ટ ઇન્સ્પેક્શનમાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી હતી. ઇન્સ્પેક્શનમાં કચરાના ઢગલા, ગેરકાયદેસર અતિક્રમણ, ગટરનું પાણી ગાર્ડનમાં આવવું, તૂટેલી ફેન્સિંગ અને સ્પષ્ટ સુરક્ષાખામીઓ સહિત અનેક ગંભીર ભૂલો બહાર આવી હતી.

આ ભૂલો પર કડક ટીકા કરતાં હેતલ ગાલાએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓને કૉન્ટ્રૅક્ટરને કાયમી ધોરણે બ્લૅકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવા અને બગીચાના નબળા મેઇન્ટેનન્સ અને સેફ્ટીમાં નિષ્ફળતાઓ માટે જવાબદાર ઑફિસરો સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.



ઇન્સ્પેક્શનમાં બગીચા માટે બે વર્ષના મેઇન્ટેનન્સ ઍગ્રીમેન્ટ માટે BMCના ફન્ડના ઉપયોગ પર પણ પ્રશ્નો ઊભા થયા હતા. નોંધપાત્ર ખર્ચ હોવા છતાં ઘણી બેઝિક જાળવણી અવગણવામાં આવી હોય એવું લાગતું હતું, સુરક્ષાવ્યવસ્થા અપૂરતી હતી અને સફાઈપ્રવૃત્તિ ઇન્સ્પેક્શનના દિવસે જ ગતિ પકડી રહી હોય એવું લાગતું હતું.


હરીશ ભાંદિર્ગેએ ધ્યાન દોર્યું કે બાજુની ઝૂંપડપટ્ટીનાં બાળકો સેફ્ટી માટે લગાવવામાં આવેલી ફેન્સિંગના તૂટેલા ભાગમાંથી બગીચામાં પ્રવેશ કરી રહ્યા હતા. ઑફિસરોએ પબ્લિક ટૉઇલેટ બંધ હોવાનું અને ઝૂંપડાંઓને કારણે અતિક્રમણ થયું હોવાનું નોંધ્યું હતું.

હેતલ ગાલાએ ઑફિસરોને અતિક્રમણ દૂર કરવા, ગટરના નિકાલને રોકવા અને નિયમિત સ્વચ્છતા રાખવાનો નિર્દેશ આપ્યો હતો. નિરીક્ષણ દરમ્યાન હાજર એક અધિકારીએ જણાવ્યું હતું કે કચરો ફેંકવા અને પરિસરમાં ગંદું પાણી છોડવા માટે જવાબદાર ઝૂંપડપટ્ટીવાસીઓને કલમ ૩૮૧ હેઠળ નોટિસ આપવામાં આવશે.


બગીચાને લાગીને આવેલાં પચીસ સ્ટ્રક્ચર્સને નોટિસ 

કુર્લામાં પ્રમોદ મહાજન ગાર્ડનના પરિઘમાં આવેલાં પચીસ બાંધકામોને બુધવારે BMCએ નોટિસ ફટકારી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંધ્યા નાંદેડકરે જણાવ્યું હતું કે આ બાંધકામો બગીચાની બાજુમાં બાંધવામાં આવેલી રિટેનિંગ વૉલ પર બનાવવામાં આવ્યાં હતાં અને એથી જ તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસમાં બાંધકામોના માલિકો, કબજેદારો અથવા ભાડૂઆતોને બાંધકામોની કાયદેસરતા સ્થાપિત કરતા મંજૂર બિલ્ડિંગ પ્લાન, ઑક્યુપેશન સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK