મહિલાઓને અગવડ ન પડે એ માટે સગવડ- વાહનવ્યવહાર પણ સ્મૂધલી ચાલતો રહે એ માટે મુંબઈની ટ્રાફિક-પોલીસ દ્વારા આજે સવારના ૬ વાગ્યાથી ૭ ડિસેમ્બર સુધી કેટલીક ખાસ અરેન્જમેન્ટ કરવામાં આવી છે.
દાદરની ચૈત્યભૂમિ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા આવતા તેમના અનુયાયીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હોય છે. તેમને અગવડ ન પડે અને તેમની સગવડ સચવાય એ માટે BMC દ્વારા સેફ અને હાઇજીનિક એવાં ટૉઇલેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારત રત્ન અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ૬૮મી પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાંથી તેમના અનેક અનુયાયીઓ મુંબઈની દાદર ચોપાટી પર આવેલી ચૈત્યભૂમિનાં દર્શન કરવા આવતા હોય છે. વળી આ માનવમહેરામણ બેથી ત્રણ દિવસ સુધી આવતો રહે છે એટલે તેમને આવવા-જવામાં સરળતા રહે અને સાથે જ વાહનવ્યવહાર પણ સ્મૂધલી ચાલતો રહે એ માટે મુંબઈની ટ્રાફિક-પોલીસ દ્વારા આજે સવારના ૬ વાગ્યાથી ૭ ડિસેમ્બર સુધી કેટલીક ખાસ અરેન્જમેન્ટ કરવામાં આવી છે.
સિદ્ધિવિનાયકથી હિન્દુજા હૉસ્પિટલ જતો વીર સાવરકર માર્ગ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. મોટરિસ્ટોને પાંડુરંગ નાઈક રોડનો વૈકલ્પિક રસ્તો વાપરવા જણાવાયું છે. એસ. કે. બોલે રોડ પર સિદ્ધિવિનાયકથી પોર્ટુગીઝ ચર્ચ જવા નૉર્થ બાઉન્ડ લેન ખુલ્લી રહેશે, પણ સાઉથ બાઉન્ડ લેન બંધ રહેશે.
ADVERTISEMENT
દાદર અને આસપાસના વિસ્તારોના રાનડે રોડ, જ્ઞાનેશ્વર મંદિર રોડ, જાંભેકર મહારાજ રોડ, કેળુસ્કર રોડ (બન્ને તરફ), એમ. બી. રાઉત રોડ અને કટારિયા રોડ વાપરવા પર વાહનોને બંધી મુકાઈ છે.
એસ. વી. રોડ માહિમ જંક્શનથી હર્ડિકર જંક્શન બંધ રહેશે.
એલ. જે. રોડ માહિમ જંક્શનથી ગડકરી જંક્શન બંધ રહેશે.
ગોખલે રોડ ગડકરી જંક્શનથી ધનમિલ નાકા બંધ રહેશે.
સેનાપતિ બાપટ રોડ માહિમ
રેલવે-સ્ટેશનથી વડચા નાકા બંધ રહેશે.
તિલક બ્રિજ અને એન. સી. કેળકર રોડ બંધ રહેશે.
સેનાપતિ બાપટ માર્ગ માહિમ અને દાદર રેલવે-સ્ટેશન પાસે બંધ રહેશે.
સેનાપતિ બાપટ માર્ગ કામગાર સ્ટેડિયમ પાસે પણ બંધ રહેશે.