Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણેના કેતન અગ્રવાલ મર્ડરકેસમાં ત્રીજા આરોપીની ધરપકડ

પુણેના કેતન અગ્રવાલ મર્ડરકેસમાં ત્રીજા આરોપીની ધરપકડ

Published : 06 September, 2026 11:48 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેતન ચૌધરીના મિત્ર રિતેશ હિંગેની પણ પ્લાનમાં ભૂમિકા

કેતન અગ્રવાલ, સિયા ગોયલ

કેતન અગ્રવાલ, સિયા ગોયલ


પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલને ફિયૉન્સી સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ લોહગઢ કિલ્લા પરથી ૧૮ જૂને ધક્કો મારીને તેની હત્યા કરવાના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. હવે પુણે રૂરલ પોલીસે એ કેસમાં ચેતન ચૌધરીના બાવીસ વર્ષના મિત્ર રિતેશ હિ‍‍ંગેની ધરપકડ કરી છે. 

પોલીસનું કહેવું છે કે કેતનની હત્યા થઈ એ પહેલાં જ રિતેશને એ વાતની જાણ હતી કે સિયા અને ચેતન તેને મારી નાખવાના છે. ચેતને કેતનની હત્યા કર્યા બાદ રિતેશને ફોન કર્યો હતો અને તેમણે કેતનને પતાવી નાખ્યો હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસને તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું કે કેતનના મર્ડરનો પ્લાન બનાવાઈ રહ્યો હતો ત્યારે રિતેશની પણ એમાં ભૂમિકા રહી હતી. એથી પોલીસે હવે તેની ધરપકડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 11:48 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK