એક પ્રકારે નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા આ સિરપની કિંમત આશરે ૨૭,૦૦૦ રૂપિયા છે.
પ્રતીકાત્મક તસવીર
નાર્કોટિક્સને લગતી પ્રવૃત્તિઓને ડામવા માટે કલ્યાણ-પોલીસે શરૂ કરેલા અભિયાન અંતર્ગત કોડીન સિરપ (કફ સિરપ)ની ૧૨૦ બૉટલ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. એક પ્રકારે નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા આ સિરપની કિંમત આશરે ૨૭,૦૦૦ રૂપિયા છે. કર્ણાટકના રહેવાસી ડ્રાઇવર તૌસિફ સુર્વે અને ઇરફાન ઇબ્રાહિમ સાથે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ પોલીસ-કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે. આરોપીઓની વધુ પૂછપરછ કરીને કોડીન સિરપનું નેટવર્ક શોધવાનો પ્રયાસ કલ્યાણ-પોલીસ કરી રહી છે.

