° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


જાણીતા શૅર બ્રોકરે એક્ટ્રેસને ફિલ્મમાં કામ અપાવવાના બહાને કર્યો શોષણનો પ્રયાસ

06 August, 2022 06:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

યૌન ઉત્પીડનના પ્રયત્નના આરોપમાં અંધેરી એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં શૅર બ્રોકર જિગ્નેશ મેહતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બ્રોકર પર યૌન ઉત્પીડન અને છેડતીનો આરોપ છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મુંબઈમાં એક સ્ટ્રગ્લિંગ એક્ટ્રેસ સાથે યૌન ઉત્પીડનના આરોપમાં એક ટૉપ શૅર બ્રોકર અને વેપારીની પશ્ચિમી મુંબઈના હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈની પશ્ચિમી ઉપનગરમાં એક હોટેલમાં એક્ટ્રેસ અને મૉડલ સાથે યૌન ઉત્પીડનના પ્રયત્નના આરોપમાં અંધેરી એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં શૅર બ્રોકર જિગ્નેશ મેહતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બ્રોકર પર યૌન ઉત્પીડન અને છેડતીનો આરોપ છે.

મેહતાએ પીડિતાને મુંબઈમાં અંધેરી એમઆઇડીસીની એક હોટેલના રૂમમાં મળવા કહ્યું હતું. મેહતાએ પીડિતાને કહ્યું કે તે અનેક બૉલિવૂડ નિર્માતાઓને ઓળખે છે અને તે પીડિતાને કામ અપાવશે. મેહતાએ પીડિતાને શુક્રવારે હોટેલના રૂમમાં ડિનર માટે બોલાવી હતી.

જ્યારે પીડિતા મેહતાના રૂમમાં ગઈ તો તેણે પીડિતાનું યૌન શોષણ કરવાનો પ્રયત્ન કર્યો અને તેના કપડા કાઢવાનો પ્રયત્ન કરવા માંડ્યો. જ્યારે તેનો મિત્ર પણ ત્યાં હાજર હતો. પીડિતાએ આનો વિરોધ કર્યો અને મદદ માટે ચીસો પાડવા માંડી. તેની ચીસો સાંભળીને હોટેલના કર્મચારીઓ દોડ્યા અને પીડિતાને બચાવી.

ત્યાર બાદ હોટેલના કર્મચારીઓએ મેહતાને પકડી લીધો અને અંધેરીના એમાઇડીસી થાણાંને સોંપી દીધો. મેહતા પર આઇપીસી કલમ 354, 354 બી અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

06 August, 2022 06:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

બાંદરામાં એક જ રાતમાં આઠ દુકાનનાં તાળાં તૂટ્યાં

તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ગયા હતા

11 August, 2022 11:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

દોસ્ત દોસ્ત ના રહા

અમેરિકા નોકરી કરવા જવા માગતી દાદરની યુવતી સાથે તેના જ મિત્રએ કરી ૫.૫૩ લાખ રૂપિયાની છેતરપિંડી

11 August, 2022 10:41 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ સમાચાર

જેને ત્યાં ચોરી કરી તેને જ માલ વેચ્યો

ટૅક્સીમાંથી ઈસીએમ ચોરીને ટૅક્સીવાળાઓને જ સસ્તામાં વેચતી ટોળકી પકડાઈ : એના પર કોઈ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર કે સ્પેસિફિક ઓળખ દર્શાવે એવો કોડ ન હોવાથી એનો ફાયદો ચોર ટોળકી લેતી હતી

10 August, 2022 07:20 IST | Mumbai | Bakulesh Trivedi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK