ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે મહારાષ્ટ્રના વિધાનભવનમાં કહ્યું...
ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડનું ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનભવનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે ગઈ કાલે મહારાષ્ટ્રના વિધાનભવનમાં જૉઇન્ટ સેશનને સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું હતું કે ‘લોકશાહીનું સ્તર ખૂબ નીચે ગયું છે એટલે બધા રાજકીય પક્ષોએ આ વિશે આત્મચિંતન કરવું જોઈએ. સત્તાધારી અને વિરોધ પક્ષો વચ્ચે જોવા મળતી વાતચીત ગાયબ થઈ ગઈ છે. આથી અત્યારે સંસદીય લોકશાહીમાં કંઈ બરાબર નથી. આપણે સંસદના કામકાજમાં વિક્ષેપનો સામનો કરી રહ્યા છીએ. સૂત્રોચ્ચાર કરવાની અને વેલમાં ધસી આવવાની સ્થિતિ સંસદ કે રાજ્યસભાના કોઈ પણ ચૅરમૅન કે સ્પીકર માટે દુઃખદ બની જાય છે. બીજાઓના મતને આપણે માન પણ નથી આપી રહ્યા. રાજકીય પક્ષો મોટા ભાગે ટકરાવાનો અને વિરોધાત્મક દૃષ્ટિકોણ અપનાવી રહ્યા છે. નૈતિકતા અને સદાચાર ભારતમાં સાર્વજનિક જીવનની ઓળખ રહી છે.’


