પૅસેન્જરોને જુદી-જુદી સર્વિસ એક જ ઍપમાં આપવા માટે આ સુપર ઍપ સેન્ટર ફૉર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ દ્વારા ડેવલપ કરવામાં આવી હોવાનું રેલવેએ કહ્યું છે
ભારતીય રેલવેએ ગઈ કાલે સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાની સુપર ઍપ SwaRail લૉન્ચ કરી
ભારતીય રેલવેએ ગઈ કાલે સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાની સુપર ઍપ SwaRail લૉન્ચ કરી હતી. પૅસેન્જરોને જુદી-જુદી સર્વિસ એક જ ઍપમાં આપવા માટે આ સુપર ઍપ સેન્ટર ફૉર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ દ્વારા ડેવલપ કરવામાં આવી હોવાનું રેલવેએ કહ્યું છે. SwaRail ઍપ ડાઉનલોડ કર્યા બાદ રેલવેના પ્રવાસીઓ IRCTC Rail Connect અને UTSmobile અકાઉન્ટથી લૉગ-ઇન કરીને રિઝર્વ્ડ, અનરિઝર્વ્ડ કે પ્લૅટફૉર્મ ટિકિટનું બુકિંગ, પાર્સલ અને ફ્રેટ ઇન્ક્વાયરી, ટ્રેન અને PNR ઇન્ક્વાયરી, ટ્રેનમાં ફૂડનો ઑર્ડર, મૅનેજમેન્ટમાં ફરિયાદ કરવા સહિતની સુવિધા મેળવી શકશે. આથી રેલવેની વિવિધ માહિતી મેળવવા માટે હવે અલગ-અલગ ઍપની જરૂર નહીં રહે.

