જોકે ગ્રુપ સાથે કુંભે વૉટરફૉલ જવાનો પ્લાન બની ગયો હતો એટલે જાણે કાળ આન્વી કામદારને ત્યાં ખેંચીને લઈ ગયો
કુંભે વૉટરફૉલની સામેના આ પૉપ્યુલર સ્પૉટ પરથી આન્વી કામદાર જમણી બાજુએ ખીણમાં પડી ગઈ હતી.
રાયગડના માણગાવ ખાતેના કુંભે વૉટરફૉલ પાસે મંગળવારે ખીણમાં પડી જવાથી જીવ ગુમાવનારી માટુંગાની ગુજરાતી રીલ-સ્ટાર તથા સોશ્યલ મીડિયા પર ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુઅન્સર આન્વીના પિતા સંજય કામદારનું ગયા વર્ષે જુલાઈ મહિનામાં જ હાર્ટ-અટૅક આવવાથી અવસાન થયું હતું. મંગળવારે આન્વી માણગાવ જવા માટે નીકળતી હતી ત્યારે તેની મમ્મીએ જુલાઈ મહિનો ભારે છે એટલે ન જવાનું કહ્યું હતું. જોકે આન્વીએ તેના ઇન્ફ્લુઅન્સર અને વ્લૉગર ગ્રુપ સાથે માણગાવની મીટ પ્લાન કરી લીધી હતી એટલે તે ગઈ હતી.



