Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarati Inflluencer

લેખ

કિંજલ દવે

કિંજલ દવેએ ઉજ્જૈનમાં કર્યાં બાબા મહાકાલનાં દર્શન

સિંગર અને ઍક્ટ્રેસ કિંજલ દવે બુધવારે ઉજ્જૈનમાં બાબા મહાકાલનાં દર્શન કરવા ગઈ હતી. ત્યાં તેણે મહાકાલનાં દર્શન કર્યાં હતાં અને ભસ્મ-આરતીમાં ભાગ લીધો હતો. આ સમગ્ર પૂજા દરમ્યાન કિંજલ ભક્તિમાં લીન હતી.

18 April, 2025 11:12 IST | Ujjai | Gujarati Mid-day Correspondent
સાંઈરામ દવે

કલાકાર બનેલા શિક્ષક દીકરા પ્રશાંતને પપ્પાએ સાંઈરામ નામ કેમ આપ્યું?

હાસ્યકલાકાર, લોકકલાકાર, કેળવણીકાર અને લેખક સાંઈરામ દવેની એવી વાતો જાણીએ જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હશે

29 March, 2025 11:21 IST | Mumbai | Rashmin Shah
હર્ષ અને મૃદુના લગ્નનો ફોટો (સૌજન્ય: સોશિયલ મીડિયા)

વાયરલ પ્રેમ કથા: પ્રેમ સામે સમાજના અવરોધને હરાવી 64 વર્ષ પછી ફરી લીધા લગ્ન ફેરા

Gujarati Couple who Ran Away 64 Years Ago ties knot: ગુજરાતના હર્ષ અને મૃદુ નામના દંપતીએ 64 વર્ષ પછી ફરી લગ્ન કર્યા, પરંતુ આ વખતે તે એકલા નહોતા. તેમનો પરિવાર, બાળકો અને પૌત્ર-પૌત્રીઓનો સાથ મળ્યો. આ દિલ જીતી લેનાર અને પ્રેરણાદાયી વાર્તા વિશે જાણો.

27 March, 2025 06:44 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
વિરાજ ઘેલાણી પોહોંચ્યો મહાકુંભ

વિરાજ ઘેલાણીએ મહાકુંભનો અનુભવ શૅર કરી જણાવ્યાં મોજશોખ અને મુસાફરી માટેના હૅક્સ

Viraj Ghelani visits Mahakumbh: વિરાજ ઘેલાણીએ મહાકુંભની મુલાકાત લીધી અને ભીડથી બચવા માટે મુસાફરી ટિપ્સ આપી. તેણે રોડ માર્ગને બદલે ટ્રેન અથવા ફ્લાઇટથી અહીં પહોંચવું અનુકૂળ ગણાવ્યું. સ્કૂટર અને બોટ ભાડે લઈને મહાકુંભની અનોખી સફર માણી.

13 February, 2025 07:02 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent

ફોટા

વેબ સિરીઝ રિલીઝ થયા બાદ છવાઈ ગઈ કશ્વી

7 વર્ષની વયે વરુણ ધવનની દીકરીનો રોલ કરી સ્ટાર બની ગઈ ગુજરાતી ગર્લ કશ્વી મજમુનદાર

ઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મો હોય કે પછી વેબ સિરીઝ, તેમાં ઘણા નવા કલાકારોની કુશળતા કરોડો લોકો સુધી પહોંચે છે. એવી જ રીતે ઘણાં શોઝ અને તેને લીધે કલાકારો ખૂબ જ લોકપ્રિય બને છે. આજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એવી જ એક બાળ કલાકાર કશ્વી મજમુનદાર જોડાઈ છે જેણે પોતાની જર્ની શૅર કરી છે. કશ્વીએ 7 વર્ષની વયે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયોઝ પર રિલીઝ થયેલી ‘સિટાડેલ હની બની’ દ્વારા પોતાના ઍક્ટિંગ કરિઅરની શરૂઆત કરીને છવાઈ ગઈ. ‘સિટાડેલ હની બની’આ હૉલિવૂડના રુસો બ્રધર્સની `સિટાડેલ`ની પ્રિક્વલ છે જેમાં કશ્વીએ પ્રિયંકા ચોપરાના બાળપણનું પાત્ર નાડીયાનો રોલ કર્યો હતો. તો ચાલો જાણીએ કેવો રહ્યો કશ્વીનો અનુભવ...

02 April, 2025 07:00 IST | Mumbai | Viren Chhaya
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું અસિત વ્યાસને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: અસિત વ્યાસની `પેપર ફ્લાવર્સ` ફિલ્મના મેકિંગ સુધીની પ્રેરણાત્મક સફર

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. બૉલિવૂડ અને હૉલિવૂડમાં એકદમ અનોખા મુદ્દે ફિલ્મો બની છે અને તેમાંથી કેટલીક ફિલ્મો તેની સારી અને યુનિક સ્ટોરીને કારણે લોકોના મનમાં વસી જાય છે. આજે ‘મૅન્ટાસ્ટિક’માં આપણી સાથે એક એવી વ્યક્તિ છે જેમણે વિદેશમાં રહેતા ગુજરાતી છોકરાના જીવન પર ફિલ્મ બનાવી જે હવે લોકોના મનમાં વસી ગઈ છે. અસિત વ્યાસે આ ફિલ્મ બનાવી છે. અસિત મૂળ અમદાવાદના છે, પણ હાલ અમેરિકામાં રહે છે. તો ચાલો જાણીએ અમેરિકામાં ઍક્ટિંગ શીખવા ગયેલા અસિત વ્યાસની એક્સાઇટિંગ જર્ની વિશે.

25 December, 2024 01:03 IST | Mumbai | Viren Chhaya
લગ્નના ઉજવણીની ઝલખ નવપરિણીત યુગલે તેમના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.

વિરાજ ઘેલાણી અને પલક થયા એકમેકના, લગ્ન સાથે કૉકટેલ પાર્ટીની તસવીરો પણ કરી પોસ્ટ

સોશિયલ મીડિયા ક્રિએટર અને એક્ટર વિરાજ ઘેલાણી અને પલક પલક ખીમાવત આ મહિને લગ્ન કરશે એવી જાહેરાત તેમણે સોશિયલ મીડિયા પર કરી હતી. વિરાજ અને પલકે 12 ડિસેમ્બર 2024ના રોજ લગ્ન કરી લીધા હતા. તેમના આ લગ્નમાં એકદમ નજીકના અને ખાસ મિત્રો અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે 12 તારીખે પરણ્યા બાદ બન્નેએ આજે સોશિયલ મીડિયા પર તસવીરો શૅર છે. તો ચાલો તેમના લગ્નની કેટલીક બ્યુટીફુલ પળો જોઈએ. (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

18 December, 2024 06:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિરાજ ઘેલાણી અને પલક ખિમાવત બંધાશે લગ્ન બંધનમાં (તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)

Photos: ગુજ્જુ ઈન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી અને પલક ખીમાવતનું શુભ મુહૂર્ત આવ્યું

અભિનેતા, સ્ટેન્ડ-અપ કૉમેડિયન અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર વિરાજ ઘેલાણી અને ગર્લફ્રેન્ડ પલક ખીમાવત હવે એકબીજાના થવા જઈ રહ્યા છે. વિરાજ અને પલક લગ્ન ગાંઠ બાંધશે એવી જાહેરાત તેમણે થોડા સમય પહેલા કરી હતી. આ સાથે વિરાજ અને પલકની સગાઈ અને મહેંદી સેલિબ્રેશનની પળો સામે આવી છે. (તસવીરો: સેલેબ્સ સોશિયલ મીડિયા)

10 December, 2024 05:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કુંતલ જોઇશર જર્ની: એવરેસ્ટ પર વિજય અને તમામ અવરોધો સામે વિગનિઝમને પ્રાધાન્ય

કુંતલ જોઇશર જર્ની: એવરેસ્ટ પર વિજય અને તમામ અવરોધો સામે વિગનિઝમને પ્રાધાન્ય

અમેરિકાના સોફ્ટવેર એન્જિનિયર કુંતલ જોઈશરને પર્વતો સાથે પ્રેમ થયો. તેમણે માત્ર એક જ વાર નહીં બે વાર એવરેસ્ટ સર કર્યો છે. પહેલીવાર એવરેસ્ટ ચડ્યા કારણકે સપનું હતું અને બીજી વાર એવરેસ્ટ સર કર્યું કારણકે હેતુ હતો, વિશ્વમાં વિગનિઝમ અને શાકાહારનો સંદેશ ફેલાવવાનો. કુંતલે આ આખા સફરમાં જે અસામાન્ય પરિસ્થિતિઓનો સામનો કર્યો તેના વિશે જાણો તેમના પોતાના શબ્દોમાં...

06 November, 2024 05:26 IST | Mumbai
આ દિવાળીને બનાવીએ થોડી વધુ ખાસ, સાથે મળીને ઉજવીએ તહેવારોનો ઉજાસ

આ દિવાળીને બનાવીએ થોડી વધુ ખાસ, સાથે મળીને ઉજવીએ તહેવારોનો ઉજાસ

Diwali 2024: આ દિવાળીની ચમક અને આનંદની ઉજવણી કરવા પ્રિયજનો સાથે ભેગા થાઓ. તેને પ્રકાશ, હૂંફ અને એકતાથી ભરેલો યાદગાર તહેવાર બનાવો.

30 October, 2024 10:42 IST | Mumbai
નયન સોલંકી: આર્કિટેક્ટ થી સિંગર સુધી, પેશન, ગરબા અને કન્યા પૂજાની સફર

નયન સોલંકી: આર્કિટેક્ટ થી સિંગર સુધી, પેશન, ગરબા અને કન્યા પૂજાની સફર

આ હ્રદયસ્પર્શી નવરાત્રિ વિશેષમાં, અમે નયન સોલંકી સાથે બેઠા છીએ, જે ઘણી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે - એક આર્કિટેક્ટ, શેફ, આરજે, પત્રકાર અને છેલ્લે, એક ગાયક પણ છે. નયને ગરબા સાથેનો તેમનો ઊંડો સંબંધ શૅર કર્યો છે, જે તેના પિતા તરફથી મળેલો પ્રેમ છે અને કેવી રીતે કન્યા પૂજાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રથાએ તેના જીવનને પ્રભાવિત કર્યું છે. અમારી સાથે જોડાઓ કારણ કે નયન તેની સફરને પ્રતિબિંબિત કરે છે, બહુવિધ કારકિર્દી અજમાવવાથી લઈને સંગીતને તેના સાચા કૉલિંગ, તેના પ્રકાશના અંતિમ દીપક તરીકે શોધવા સુધી. પરંપરા, દ્રઢતા અને જુસ્સાની વાર્તા. આ પ્રેરણાદાયી વાર્તાલાપ ચૂકશો નહીં!

28 September, 2024 06:52 IST | Mumbai
જાણો ગુજરાતી ભાષામાં વરસાદને કયા કયા નામે સંબોધાય છે?

જાણો ગુજરાતી ભાષામાં વરસાદને કયા કયા નામે સંબોધાય છે?

શું તમને ખબર છે કે ગુજરાતી ભાષામાં વરસાદના બાર પ્રકાર દર્શાવવામાં આવ્યા છે અને જ્યારે એમ કહેવાય છે કે બારે મેઘ ખાંગા થયા ત્યારે તે વરસાદના પ્રકારને શું કહેવાય છે, જાણો વરસાદ વિશે વધુ...

24 July, 2024 06:18 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK