° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


જો રાજ ઠાકરેનો વાળ વાંકો થયો તો આખા મહારાષ્ટ્રમાં રોષ ફાટી નીકળશે

20 May, 2022 08:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમએનએસના પ્રમુખની અયોધ્યાયાત્રાના વિવાદ વચ્ચે મુંબઈમાં લાગ્યું આવું ચેતવણીસૂચક હોર્ડિંગ

રાજ ઠાકરે Raj Thackeray

રાજ ઠાકરે

મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે આવતા મહિને અયોધ્યાની મુલાકાત લેવાના છે ત્યારે જો રાજ ઠાકરેને નુકસાન પહોંચ્યું તો સમગ્ર મહારાષ્ટ્રમાં એના તીવ્ર પડઘા પડશે એવી ચેતવણી દર્શાવતું હોર્ડિંગ દક્ષિણ-મધ્ય મુંબઈમાં લગાવવામાં આવ્યું છે.
રાજ ઠાકરે પાંચમી જૂને અયોધ્યા જઈ રહ્યા છે, પણ ઉત્તર પ્રદેશ બીજેપીના સંસદસભ્ય બ્રિજ ભૂષણ શરણ સિંહે તાજેતરમાં જ કહ્યું હતું કે ભૂતકાળમાં ઉત્તર ભારતીયોનું અપમાન કરવા બદલ રાજ ઠાકરે શહેરની મુલાકાત લેતાં પહેલાં માફી માગે.
એમએનએસના કાર્યકર સંતોષ નલવાડે દ્વારા લાલબાગ વિસ્તારમાં મુકાયેલા હોર્ડિંગમાં જણાવાયું છે 
કે જો રાજ ઠાકરેનો વાળ પણ 
વાંકો થયો તો આખા મહારાષ્ટ્રમાં રોષ ફરી વળશે. 
હોર્ડિંગમાં રાજ ઠાકરે, તેમના પુત્ર અમિત અને એમએનએસના નેતા બાળા નાંદગાંવકરના ફોટો છે. આ અગાઉ રાજ ઠાકરેને ધમકી આપતો પત્ર મળ્યા બાદ બાળા નાંદગાંવકરે આવી જ ચેતવણી આપી હતી.
રાજ્યની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર્સ દૂર કરવા માટે રાજ ઠાકરેએ રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું એને પગલે તેમને આ ધમકીપત્ર મળ્યો હતો.

20 May, 2022 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ચોમાસાની બીમારીઓએ માથું ઊંચક્યું

ઝાડા, ઊબકા, ઊલટી અને તાવ જેવી પેટ સંબંધિત બીમારીઓ વધતાં ડૉક્ટરોએ મુંબઈવાસીઓને સ્વચ્છ પાણી અને હેલ્ધી ફૂડ ખાવાની સલાહ આપી

06 July, 2022 10:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

ટૂંક સમયમાં થશે કૅબિનેટનું વિસ્તરણ : દેવેન્દ્ર ફડણવીસ

એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યા બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ટૂંક સમયમાં રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે.

06 July, 2022 09:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સમાચાર

જો હમણાં મધ્યસત્ર ચૂંટણી યોજાય તો અમે ૧૦૦થી વધુ બેઠકો જીતીશું : સંજય રાઉત

શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે જો હમણાં મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણી થાય તો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી ૧૦૦ કરતાં વધુ બેઠકો જીતે, કારણ કે લોકો બળવાખોર વિધાનસભ્યો સામે નારાજ છે.

06 July, 2022 08:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK