સોશ્યલ મીડિયામાં કેટલાક લોકોએ સવાલ કર્યો હતો કે હેમંત સટાલે પાસિંગ માર્ક્સ સાથે HSCમાં પાસ તો થયો છે, પણ હવે તેને કૉલેજમાં ઍડ્મિશન કોણ આપશે?
બધા જ સબ્જેક્ટમાં ૩૫ માર્ક્સ મેળવનારો સાંગલીનો હેમંત સટાલે.
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE) દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવામાં આવેલી હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (HSC)ની પરીક્ષાનું સોમવારે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ૯૧.૮૮ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે ત્યારે સાંગલી જિલ્લાના આટપાડી તાલુકામાં આવેલા દિઘંચી ગામના હેમંત સટાલે નામના સ્ટુડન્ટે તમામ વિષયમાં ૩૫ માર્ક્સ મેળવ્યા છે એની જોરદાર ચર્ચા થઈ રહી છે. હેમંત સટાલેએ વોકેશનલ પ્રોફેશનલ ટેક્નૉલૉજી કોર્સ સાથે HSCની પરીક્ષા આપી હતી. સોમવારે રિઝલ્ટ જાહેર થયું હતું ત્યારે હેમંતને તમામ છ વિષયમાં ૩૫ માર્ક્સ મળ્યા હોવાની જાણ થતાં તે પોતે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ સમાચાર વાયુવેગે આખા રાજ્યમાં ફેલાઈ જતાં બધા કહી રહ્યા છે કે બધા સબ્જેક્ટમાં કોઈ સ્ટુડન્ટને એકસરખા અને એ પણ પાસિંગ માર્ક્સ કેવી રીતે મળી શકે? કોઈ એક સબ્જેક્ટમાં તો વધુ કે ઓછા માર્ક્સ મળે જ. સોશ્યલ મીડિયામાં કેટલાક લોકોએ સવાલ કર્યો હતો કે હેમંત સટાલે પાસિંગ માર્ક્સ સાથે HSCમાં પાસ તો થયો છે, પણ હવે તેને કૉલેજમાં ઍડ્મિશન કોણ આપશે?


