બાપા સીતારામ સેવા સંસ્થા - મીરા રોડ દ્વારા શનિવાર, ૧૨ એપ્રિલે મીરા રોડમાં હનુમાન જન્મોત્સવ અને ૧૮મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
પ્રતીકાત્મક તસવીર
બાપા સીતારામ સેવા સંસ્થા - મીરા રોડ દ્વારા શનિવાર, ૧૨ એપ્રિલે મીરા રોડમાં હનુમાન જન્મોત્સવ અને ૧૮મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં સવારે ૭ વાગ્યે પૂજનવિધિ એવમ યજ્ઞ-હવન, સવારે ૮.૩૦ વાગ્યે શોભાયાત્રા સેક્ટર ૬, શાંતિ વિહારથી નીકળશે. બપોરે ૧૧.૪૫ વાગ્યે ધજાપૂજન, બપોરે ૧૨ વાગ્યે આરતી તેમ જ ફરાળ પ્રસાદ. સાંજે ૭ વાગ્યે મહાઆરતી અને થાળ તેમ જ સાંજે ૭.૧૫થી રાતે ૯.૩૦ વાગ્યા દરમ્યાન મહાપ્રસાદ (ભંડારા)નું આયોજન છે. બપોરે બેથી સાંજના સાત વાગ્યા દરમ્યાન સુરાલય ઍન્ડ ગ્રુપ સાહિત્યકાર મયૂર લિંબાણી તેમ જ ભજનીકો અલ્પેશ ગોટી અને તમન્ના ઠાકુરના સંગાથે ભજન-કીર્તનની રમઝટ બોલાવશે. સ્થળ : બાપા સીતારામ સેવા સંસ્થા (મઢુલી), ઇન્દ્રપ્રસ્થ સામે, ઐયપ્પા મંદિરની પાછળ, પૂનમ વિહાર, મીરા રોડ (ઈસ્ટ).

