તેમણે આરોપ લગાવ્યો કે, “મોદી અને શાહ નકલી વાર્તાના માસ્ટરમાઇન્ડ છે. 400 પાર એ તેમના દ્વારા બનાવવામાં આવેલ બનાવટી વર્ણન હતું, તેમણે વિધાનસભા ચૂંટણી માટે હવે 250 પાર કેમ જાહેર ન કર્યું?”
નાના પાટોલેની ફાઇલ તસવીર
આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં કૉંગ્રેસે મહાયુતિને ઘેરવા માટે રત્નાગીરીમાં મોરચો યોજ્યો છે. પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે (Maharashtra Congress President Nana Patole)એ સોમવારે રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું હતું.


