સોનાનો પાઉડર મીણમાં ભેળવી દઈ એની કૅપ્સ્યુલ બનાવીને પ્રાઇવેટ પાર્ટમાં સંતાડાઈ હતી.
સોનું
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી કસ્ટમ્સે ૨૭ માર્ચથી ૩૧ માર્ચ દરમ્યાન ૬.૩૮ કરોડ રૂપિયાનું ૧૦.૬૮ કિલો દાણચોરીનું સોનું પકડી પાડ્યું હતું. આ સોનું કપડાંમાં, હૅન્ડબૅગમાં, લૉકમાં અને શરીરમાં પણ સંતાડેલું હતું. સોનાનો પાઉડર મીણમાં ભેળવી દઈ એની કૅપ્સ્યુલ બનાવીને પ્રાઇવેટ પાર્ટમાં સંતાડાઈ હતી. એ સિવાય ૩૭,૦૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર, ઘણાબધા મોબાઇલ ફોન, લૅપટૉપ અને કૉસ્મેટિક્સ ભારતીય અને વિદેશી નાગરિકો પાસેથી મળી આવ્યાં હતાં.

