Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગૌશાળા માટેની જમીન હવે સરકાર સસ્તામાં આપશે

ગૌશાળા માટેની જમીન હવે સરકાર સસ્તામાં આપશે

Published : 22 November, 2026 09:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એટલે કે પહેલાંની જેમ હવે ગૌશાળા માટેની જમીન માટે કમર્શિયલ, રેસિડેન્શિયલ કે પછી ઇન્ડસ્ટ્રિયલ સ્લૅબ અંતર્ગત નક્કી કરેલા દર ચૂકવવા નહીં પડે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે કરેલી જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં ગૌશાળા બનાવવા માટે જમીનના કરાર હવે સસ્તા થશે. ગૌશાળા બનાવવા માટે જમીનના કરાર માટેના દર હવે કૃષિ ક્ષેત્રની જમીન માટેના દરની જેમ જ ઘટાડવામાં આવ્યા છે અને એના માટે ખેતી માટેની જમીન જેટલા જ દર ચૂકવવા પડશે. એટલે કે પહેલાંની જેમ હવે ગૌશાળા માટેની જમીન માટે કમર્શિયલ, રેસિડેન્શિયલ કે પછી ઇન્ડસ્ટ્રિયલ સ્લૅબ અંતર્ગત નક્કી કરેલા દર ચૂકવવા નહીં પડે. આ વિશે જાહેરાત કરતાં રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ગૌશાળા સેવાભાવ સાથે બનાવવામાં આવતી હોય છે અને એના કારણે કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓને પણ સીધો ફાયદો થાય છે, ગૌશાળાને પગલે કૃષિ સંબંધિત ઉદ્યોગોને વેગ મળે છે તથા વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે. જેને પગલે ગૌમાતાની સેવા થતી હોય એવી ગૌશાળાઓ માટેની જમીનના ર‌જિસ્ટ્રેશન વખતે એને કમર્શિયલ કે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટૅબ્લિશમેન્ટ તરીકે ગણીને ર‌જિસ્ટ્રેશન ન કરવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK