IRCTC દ્વારા મેનુમાં પ્રાદેશિક વાનગીઓ ઉમેરવાની યોજના, નાસ્તામાં પૌંઆનો સમાવેશ કરવાની તૈયારી
ટ્રાયલ દરમ્યાન કૅન્ડેલા પી-12 હાઇડ્રોફોઇલ બોટ.
મુંબઈ-બૅન્ગલોર વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને ટૂંક સમયમાં પૂરણપોળી અને ઝુણકા ભાકર જેવી પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગીઓનો સ્વાદ માણવા મળી શકે છે. અધિકારીઓને ટાંકીને આવેલા અહેવાલો મુજબ ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) ટ્રેનના મેનુમાં પ્રાદેશિક વાનગીઓ દાખલ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. પહેલી નવેમ્બરે શરૂ થયેલી આ ટ્રેનના હાલના મેનુમાં બૅન્ગલોરની વાનગીઓનું વર્ચસ્વ વધુ જોવા મળે છે જેમાં નાસ્તાના વિકલ્પો તરીકે ચટણી અને સાંભાર સાથે ઉપમા, મેદુવડાં અને ઇડલી પીરસવામાં આવે છે. જોકે મહારાષ્ટ્રીયન ખાદ્ય વિકલ્પોની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે IRCTC મુંબઈથી મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સ્થાનિક વાનગીઓ ઉમેરવા વિશે વિચારણા કરી રહ્યું છે. નાસ્તાના મેનુમાં પૌંઆનો સમાવેશ કરવા માટે પહેલેથી જ પસંદગી કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં અન્ય પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગીઓ શરૂ કરવાની શક્યતા પણ IRCTC ચકાસી રહ્યું છે. અધિકારીઓ ખાદ્યપદાર્થોની તાજગી, પૅકેજિંગ અને પુરવઠાની વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવાની સાથે ક્લાઉડ કિચન અને રેસ્ટોરાંના વિકલ્પો પણ તપાસી રહ્યા છે. એક વાર મેનુનો પ્રસ્તાવ તૈયાર થઈ જાય ત્યાર બાદ અંતિમ મંજૂરી માટે એ રેલવે-બોર્ડને સુપરત કરવામાં આવશે.
