Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છાપામાં વડાપાંઉ આપનારાને થશે જેલ

છાપામાં વડાપાંઉ આપનારાને થશે જેલ

Published : 07 June, 2026 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

FSSAIએ ન્યુઝપેપરમાં તેલયુક્ત પદાર્થો પૅક કરીને આપવા પર મૂક્યો પ્રતિબંધ, છાપામાં વપરાતી શાહીને કારણે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થતું હોવાને કારણે લેવાયો નિર્ણય

વડાપાંઉ કે અન્ય ફૂડ-આઇટમ્સ ન્યુઝપેપરમાં પૅક કરીને આપશે તેની વિરુદ્ધ કાર્યવાહી થશે.

વડાપાંઉ કે અન્ય ફૂડ-આઇટમ્સ ન્યુઝપેપરમાં પૅક કરીને આપશે તેની વિરુદ્ધ કાર્યવાહી થશે.


મુંબઈમાં વડાપાંઉ વેચનારાઓ ન્યુઝપેપરમાં વડાપાંઉ પૅક કરીને આપતા હોવાનો કિસ્સો જાણવા મળતાં એની ગંભીર નોંધ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ લીધી છે અને હવેથી ભારતભરમાં ન્યુઝપેપરમાં ફૂડ-આઇટમ્સ પૅક કરીને આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. FSSAIના આદેશનું પાલન ન કરનારાને જેલવાસ ભોગવવો પડી શકે એવી જોગવાઈ છે. ન્યુઝપેપરમાં વપરાતી શાહી એટલે કે ઇન્ક ફૂડ-આઇટમ્સમાં ભળતાં સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે અને એને કારણે આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

મુંબઈમાં વડાપાંઉ વેચનારાએ એક કસ્ટમરને ન્યુઝપેપરમાં વડાપાંઉ પૅક કરીને આપ્યાં એ બદલ BMC અને FSSAIની વેસ્ટ ઝોન ટીમે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ આદેશ બહાર પાડી લારી, ઠેલા, ક્લાઉડ કિચન, કેટરર્સ અને ફેરિયાઓને ન્યુઝપેપરમાં ફૂડ-આઇટમ પૅક ન કરવાનું જણાવવામાં આવ્યું છે. 



આ ફૂડ-આઇટમ્સ તમને પાડી શકે બીમાર, કૅન્સર પણ થઈ શકે
વડાપાંઉ, સમોસા, પકોડા જેવા તેલયુક્ત પદાર્થો ન્યુઝપેપરમાં બાંધીને અપાય છે અને ગરમ હોવાથી ન્યુઝપેપરમાં લાગેલી શાહીને એ શોષી લે છે જેને કારણે લોકોની હેલ્થને નુકસાન થઈ શકે છે. ન્યુઝપેપરમાં વપરાતી શાહીમાં અનેક રસાયણો અને સીસા જેવી ધાતુનો ઉપયોગ થાય છે. સીસું એટલે કે લેડ કૅન્સરકારક છે અને એ લોકોના શરીરમાં જતાં ગંભીર પરિણામ ભોગવવાં પડી શકતાં હોવાથી મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના નવા કમિશનર તુકારામ મુંઢેએ ન્યુઝપેપરમાં ફૂડ-આઇટમ પૅક કરવા પર કાર્યવાહી કરી હતી જેને પગલે હવે FSSAIએ પણ ભારતભરમાં ન્યુઝપેપરમાં ખાવાની વસ્તુઓ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK