એમાં જાણીતા કર-નિષ્ણાત સી.એ. નીતિન મારુ સીધા કર પ્રસ્તાવો પર અને કોટક મહેન્દ્ર AMCના મૅનેજિંગ ડિરેક્ટર સી.એ. નીલેશ શાહ શૅરબજાર/સેક્ટરો પર અસર વિશે વક્તવ્ય આપશે
ફાઇલ તસવીર
સી.વી.ઓ. ચાર્ટર્ડ ઍન્ડ અકાઉન્ટન્ટ્સ અસોસિએશન દ્વારા આવતી કાલે સાંજે દાદરમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૪ના સીધા કરવેરાની દરખાસ્તો અને બજાર પર અસર વિશે ગુજરાતીમાં નિ:શુલ્ક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં જાણીતા કર-નિષ્ણાત સી.એ. નીતિન મારુ સીધા કર પ્રસ્તાવો પર અને કોટક મહેન્દ્ર AMCના મૅનેજિંગ ડિરેક્ટર સી.એ. નીલેશ શાહ શૅરબજાર/સેક્ટરો પર અસર વિશે વક્તવ્ય આપશે. ૧ ઑગસ્ટે હાઈ ટી અને રજિસ્ટ્રેશન સાંજે ૫.૦૦થી પ.૩૦ વાગ્યા દરમ્યાન અને કાર્યક્રમ સાંજે ૫.૩૦થી ૮ વાગ્યા દરમ્યાન યોજાશે. કાર્યક્રમ દરમ્યાન અસોસિએશનના સભ્યો દ્વારા બજેટ ૨૦૨૪ પર તૈયાર કરવામાં આવેલી બુકલેટ હાજર રહેનારાઓને નિઃશુલ્ક આપવામાં આવશે.
સ્થળઃ કિંગ જ્યૉર્જ ઑડિટોરિયમ, હિન્દુ કૉલોની, દાદર-ઈસ્ટ.

