જિતેન્દ્ર મહેતા દ્વારા સંચાલિત JVM ટ્રસ્ટ સતત બીજા વર્ષે આ સેવા આપી રહ્યું છે. આ પાણીસેવા જૂન ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે.
TMC આગામી દિવસોમાં શહેરનાં પચીસથી વધુ સ્થળોએ આવી સુવિધા શરૂ કરવાની યોજના ધરાવે છે.
ગઈ કાલે ગુઢીપાડવાના શુભ દિવસે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા JVM ચૅરિટેબલ ફાઉન્ડેશન અને YES ચૅરિટેબલ ટ્રસ્ટના સહયોગથી થાણે રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એકના ખૂણે પીવાના પાણીની વિનામૂલ્ય સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધામાં બિસલેરીના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને TMC આગામી દિવસોમાં શહેરનાં પચીસથી વધુ સ્થળોએ આવી સુવિધા શરૂ કરવાની યોજના ધરાવે છે.
આ વિનામૂલ્ય પાણીના સ્ટૉલનું ઉદ્ઘાટન થાણેના ઉપમહાપૌર કૃષ્ણ પાટીલના હસ્તે વરિષ્ઠ કૉર્પોરેટર સંજય વાગુલેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જિતેન્દ્ર મહેતા દ્વારા સંચાલિત JVM ટ્રસ્ટ સતત બીજા વર્ષે આ સેવા આપી રહ્યું છે. આ પાણીસેવા જૂન ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે.
