Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અકસ્માત એવો ભયંકર કે બસ વચ્ચેથી બે ભાગમાં ચિરાઈ ગઈ

અકસ્માત એવો ભયંકર કે બસ વચ્ચેથી બે ભાગમાં ચિરાઈ ગઈ

01 May, 2024 07:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાશિક જઈ રહેલી આ ST બસના ગમખ્વાર ઍક્સિડન્ટમાં પાંચ લોકોનાં મોત, ૯ ગંભીર

અકસ્માત

અકસ્માત


મુંબઈ-આગરા રોડ પર આવેલા ચાંદવડથી નાશિક જઈ રહેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસનો ગઈ કાલે સવારે ૯થી ૯.૩૦ વાગ્યા વચ્ચે રાહુડ ઘાટમાં અકસ્માત થયો હતો. બસ-ડ્રાઇવરે આગળ જઈ રહેલી ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસને ટ્રક સાથે અથડાવી દીધી હતી. એ વખતે બસમાં ૪૨ પ્રવાસીઓ હતા.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ફુરચેફુરચા ઊડી ગયા હતા. બસ વચ્ચેથી બે ભાગમાં ​ચિરાઈ ગઈ હતી. ઘટનાસ્થળે જ પાંચ પ્રવાસીઓનાં મોત થયાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ નજીકના ગામવાસીઓ, સ્થાનિક પોલીસ અને પ્રશાસન દોડતાં થઈ ગયાં હતાં અને ઘાયલ લોકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ૯ જેટલા ઘાયલ લોકોને ચાંદવડ ઉપજિલ્લા સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યા મુજબ બસનું ટાયર એ જ વખતે ફાટ્યું હોવાથી ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં વધારો થાય એવી સંભાવનાઓ જણાઈ રહી છે. અકસ્માતને કારણે ટ્રાફિક-જૅમ થયો હતો અને પાછળ વાહનોની લાઇન લાગી હતી. સ્થાનિક ટ્રાફિક-પોલીસ દ્વારા બન્ને વાહનોને હટાવીને રસ્તો ક્લિયર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK