Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડબ્લ્યુએચઓએ કોરોનાના જે નવા વેરિઅન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી એનો પહેલો કેસ રાજ્યમાં નોંધાયો

ડબ્લ્યુએચઓએ કોરોનાના જે નવા વેરિઅન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી એનો પહેલો કેસ રાજ્યમાં નોંધાયો

Published : 21 December, 2023 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાવચેતીના પગલારૂપે રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટે ફેફસામાં ઇન્ફેક્શનવાળા અને ઇન્ફ્લુએન્ઝાના દરદીઓની ટેસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે : જોકે આ નવા JN.1 વેરિઅન્ટને લીધે પેશન્ટની તબિયત ગંભીર થઈ હોવાના હજી કોઈ પુરાવા હાથ નથી લાગ્યા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


સિંધુદુર્ગના ૪૧ વર્ષના દરદીમાં કોવિડ-૧૯ ઓમાઇક્રોન વેરિઅન્ટ JN-1 સબ-ટાઇપનો પ્રથમ કેસ મળી આવ્યો છે. રાજ્યએ હાલ ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને સીવર ઍક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન (સારી)ના દરદીઓના ટેસ્ટિંગ સાથે તમામ જિલ્લાઓમાં સર્વેલન્સની કામગીરી માટે કમર કસી છે. નોંધનીય છે કે એવા કોઈ પુરાવા નથી કે JN-1 વેરિઅન્ટની ચેપી વ્યક્તિમાં એના પહેલાંના કરતાં અલગ લક્ષણો ધરાવે છે કે ન તો એ વધુ તીવ્ર હોવાનું સૂચવતા કોઈ ડેટા છે.  

મહારાષ્ટ્ર ઉપરાંત ગોવામાં ૧૯ અને કેરલામાં એક કેસ ડિટેક્ટ થયો છે. ૧૯ ડિસેમ્બર મંગળવારના રોજ મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૪ નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં ૪, થાણેમાં ૩, રાયગડમાં ૧, પુણેમાં ૪ અને પિંપરી-ચિંચવડમાં ૨. હાલ રાજ્યમાં ૪૫ ઍક્ટિવ કેસ છે, જેમાં ૨૭ શહેરમાં નોંધાયા છે. JN-1 ડિટેક્ટ થવા સિવાય રાજ્યમાં વધુ પ્રભુત્વ ધરાવતો કોવિડ-૧૯નો વેરિઅન્ટ ઓમાઇક્રોન એક્સબીબી ૧.૧૬ છે. દરમ્યાન યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને મળી ગઈ કાલે કોવિડ-૧૯ની પરિસ્થિતિની અપડેટ મેળવી હતી.



મહત્ત્વની બેઠક મળી
રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે સેન્ટ્રલ હેલ્થ મિનિસ્ટ્રીએ અવેલેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેસોને પહોંચી વળવાની તેમની કૅપેસિટીનો તાગ મેળવ્યો હતો. બેઠકમાં હાજર રહેલા રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે અમે ઓવરઑલ પરિસ્થિતિ, ટેસ્ટિંગ ફિગર અને નોંધાયેલા કેસો વિશે પૃચ્છા કરી છે. યુનિયન હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. રાજ્યએ પણ જણાવ્યું કે વધતા કેસો માટે ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે. અંતિમ ઘડીએ સર્જાતી ભાગદોડને પગલે હેલ્થ મિનિસ્ટ્રીએ રાજ્યોને દર ૩ મહિને મૉક-ડ્રિલ માટે જાણ કરી હતી.


મહારાષ્ટ્ર નોડલ ઑફિસર દ્વારા ૧૫ ડિસેમ્બરથી ૩ દિવસ માટે જિલ્લા કક્ષાએ મૉક-ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૯૫૫ સરકારી હૉસ્પિટલ, ૫૭૫ ખાનગી હૉસ્પિટલ, ૧૪ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ, ૧૪ ખાનગી કૉલેજ હૉસ્પિટલ અને ૬ મેડિકલ આ મૉક-ડ્રિલનો ભાગ રહી હતી. રાજ્ય અધિકારીઓએ અવેલેબલ બેડ, આઇસીયુ સુવિધા, ઑક્સિઝનની સુવિધા, દવાનો સ્ટૉક, મેડિકલ સ્ટાફ, તેમની તાલીમ અને ટેલેમેડિસિન ફૅસિલિટીની પણ સમીક્ષા કરી હતી. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ‘સૌથી વધુ કોવિડ કેસ હતા ત્યારે જેટલો ઑક્સિજન હતો હાલ મહારાષ્ટ્ર પાસે એનાથી બમણા ઑક્સિજનની સુવિધા છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2023 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK