Fire in Mumbai: સોમવારે વહેલી સવારે ચેમ્બુરમાં બાટા શોરૂમમાં આગ લાહી હતી; સદ્નસીબે આ દુર્ઘટનામાં જાનહાનિ નહીં; જૂતાના સ્ટોકને ઘણું નુકસાન
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ (Mumba)માં દિવસે-દિવસે આગ લાગવાની ઘટના (Fire in Mumbai)ઓ વધતી જાય છે. આજે વહેલી સવારે મુંબઈમાં આગ લાગવા (Mumbai Fire)ની વધુ એક ઘટના બની છે. સોમવારે ચેમ્બુર (Chembur)માં એક જૂતાના શોરુમમાં આગ લાગી હતી. જોકે, સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ચેમ્બુરમાં બાટા શોરૂમમાં સોમવારે વહેલી સવારે આગ લાગી હતી. આ આગને કારણે સ્ટોરના ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ઇન્સ્ટોલેશન, શૂ સ્ટોક અને ફોલ્સ સીલિંગને નુકસાન થયું હતું. મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade)ના અધિકારીઓએ આ આગને લેવલ-૧ની આગ ગણાવી હતી.
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાની જાણ કંટ્રોલ રૂમમાં સવારે ૪.૩૫ વાગ્યે કરવામાં આવી હતી, અને સવારે ૮.૩૫ વાગ્યે અપડેટ મળ્યા હતા.
મલ્હાર હોટલ (Malhar Hotel) નજીક શિવ આશિષ સીએચએસ (Shiv Ashish CHS), રોડ નંબર ૧૯ ખાતે સ્થિત એક કોમર્શિયલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં આગ લાગી હતી. આ આગ ૨૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં લાગી હતી. આ માળખામાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના માળનો એક ભાગ શામેલ છે.
મુંબઈ ફાયર બ્રિગેડ (MFB)એ મુંબઈ પોલીસ (Mumbai Police), બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) વોર્ડ સ્ટાફ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, જાહેર બાંધકામ વિભાગ (Public Works Department – PWD) કર્મચારીઓ અને અદાણી ઈલેક્ટ્રિસિટી (Adani Electricity)ની મદદથી ઘટનાસ્થળે અનેક યુનિટ તૈનાત કર્યા હતા. સવારે ૭.૫૦ વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને તેને સંપૂર્ણપણે ઓલવી નાખવામાં આવી હતી. આ આગમાં જાનહાની થઈ નથી પરંતુ માલનું બહુ નુકસાન થયું છે. આગ લાગવાને કારણે બાટા શોરુમના ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ઇન્સ્ટોલેશન, શૂ સ્ટોક અને ફોલ્સ સીલિંગને નુકસાન થયું છે.
અધિકારીઓએ હજી સુધી આગ લાગવાના કારણની પુષ્ટિ કરી નથી.
અંધેરીમાં કોમર્શિયલ પરિસરમાં આગ લાગી
બીજી એક ઘટનામાં, ૬ ઓગસ્ટના રોજ અંધેરી (Andheri) પૂર્વના શાંતિ નગર (Shanti Nagar)માં કુર્લા-અંધેરી રોડ પર (Kurla-Andheri Road) સ્થિત સુમિતા કોમ્પ્લેક્સ (Sumita Complex)માં આગ લાગી હતી. આ ઘટનાની જાણ લગભગ ૩.૨૦ વાગ્યે કરવામાં આવી હતી અને મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) દ્વારા તેને લેવલ-૧ આગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ ગ્રાઉન્ડ-પ્લસ-વન (G+1) કોમર્શિયલ સ્ટ્રક્ચરના પહેલા માળે ૬૦૦-૭૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં સીમિત હતી. આગના કારણે ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટોલેશન, સુશોભન સામગ્રી, વિવિધ પ્રકારના પ્લાસ્ટિક, ઓફિસ રેકોર્ડ અને ફર્નિચરને અસર થઈ હતી. મુંબઈ ફાયર બ્રિગેડે તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને તેને સત્તાવાર રીતે લેવલ-૧ ફાયર કોલ જાહેર કર્યો. અગ્નિશામક કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ, અને સવારે ૬.૩૩ વાગ્યે આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગઈ. આ ઘટનામાં કોઈ ઈજા થઈ નથી.


