વાઇરલ થયેલી ઑડિયો-ક્લિપના આધારે ડૉક્ટર સામે FIR
પ્રતીકાત્મક તસવીર
કોવિડના સમયે ૨૦૨૧માં લાતુરની ઉદગીર સરકારી હૉસ્પિટલના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ સર્જ્યન ડૉક્ટર શશિકાંત દેશપાંડેએ એ વખતે કોવિડ કૅર સેન્ટરમાં ફરજ બજાવી રહેલા ડૉ. શશિકાંત ડાંગેને ઇન્સ્ટ્રક્શન આપતાં કહ્યું હતું કે ‘કોઈને અંદર જવા ન દેતા, તે દયામી પેશન્ટને પતાવી દો (મારી નાખો).’
આ વાતચીતની ઑડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. એ ક્લિપની ગંભીરતા જોઈને ઉદગીર સિટી પોલીસે હવે ડૉ. શશિકાંત દેશપાંડે સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. જોકે તે મહિલા પાછળથી સાજી થઈ હતી.
ADVERTISEMENT
૨૦૨૧માં કોવિડ જોરમાં હતો ત્યારે હૉસ્પિટલોમાં દરદીઓનો ધસારો હતો અને રિસોર્સિસ ઓછા હતા. એ વખતે દયામી અજિમુદ્દીન ગૌસોદીનની કોવિડથી પીડાતી પત્ની કૌસર ફાતિમાને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ વખતની કહેવાતી એ ઑડિયો-ક્લિપમાં ડૉક્ટર દેશપાંડે એવું કહેતા સંભળાય છે કે ‘કોઈને અંદર દાખલ થવા દેતા નહીં, તે દયામી મહિલાને મારી નાખો.’
આ ઇન્સ્ટ્રક્શનને ડૉક્ટર ડાંગેએ સાવચેતીપૂર્વક અમલમાં મૂકી હતી અને મહિલાને અપાતા ઑક્સિજનને ઘટાડી નાખવામાં આવ્યો હતો. જોકે તે મહિલા પછી બચી ગઈ હતી.
મહિલાના પતિએ હવે વાઇરલ થયેલી ઑડિયો-ક્લિપના આધારે ઉદગીર સિટી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ડૉક્ટર દેશપાંડે સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને કેસની વધુ તપાસ ચાલુ કરી હતી.
કોરોના અપડેટ
મુંબઈમાં ગઈ કાલે નવા ૨૭ કેસ નોંધાયા.
મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા નોંધાયેલા કેસ ૭૬.
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ ૪૨૫.


