જિતેન્દ્ર શાહે અન્ય પદાધિકારીઓ અને તેમની ટીમના સભ્યોનાં નામની જાહેરાત કરી હતી.
જિતેન્દ્ર એમ. શાહ ફરી પ્રેસિડન્ટ બન્યા
મહારાષ્ટ્રનાં અનેક વેપારી અસોસિએશનોને સમાવી લેતા ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM)ની ૨૦૨૫-’૨૭નાં બે વર્ષની ટર્મ માટેની કમિટીની ચૂંટણી ૧૧ માર્ચે યોજાઈ હતી. એનું રિઝલ્ટ ઇલેક્શન ઑફિસર નગીનદાસ આર. શાહ અને ચંપાલાલ શાહે જાહેર કર્યું હતું. ગઈ કાલે ચૂંટાઈ આવેલી કમિટીના મેમ્બરોની પહેલી મીટિંગ થઈ હતી. એમાં સર્વાનુમતે જિતેન્દ્ર એમ. શાહને ફરી એક વખત સંસ્થાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. એ પછી જિતેન્દ્ર શાહે અન્ય પદાધિકારીઓ અને તેમની ટીમના સભ્યોનાં નામની જાહેરાત કરી હતી.

