રાહુલ ગાંધીએ RSS પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘RSSની વિચારધારા કાયરતા પર આધારિત છે અને એ નબળા લોકોને મારે છે`
એકનાથ શિંદે
કોલમ્બિયાની EIE યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વીર સાવરકરને લઈને એવાં એલફેલ નિવેદનો કર્યાં છે કે એનાથી BJP તો ઠીક, કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ પણ તેમની સાથે સહમત નથી થઈ રહ્યા. રાહુલ વિદેશમાં જઈને ચીનનાં વખાણ કરતાં કહે છે, ‘ચીને નૉન-ડેમોક્રૅટિક સેટઅપમાં પ્રોડક્શનનું મૉડલ ઊભું કરીને દુનિયાને દેખાડી દીધું છે, પણ ભારત એવું નથી કરી શકે એમ કેમ કે એ ‘લોકતંત્ર’ છે. જ્યારે ભારત ચીન જેવી મૅન્યુફૅક્ચરિંગ ક્ષમતા લોકતંત્ર બનીને પણ મેળવી શકે છે.’
RSS અને સાવરકર કાયર છે
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ RSS પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘RSSની વિચારધારા કાયરતા પર આધારિત છે અને એ નબળા લોકોને મારે છે. વીર સાવરકરે પોતાના પુસ્તકમાં મુસ્લિમ વ્યક્તિની ધુલાઈ કર્યાનો ઉલ્લેખ બહુ ગર્વથી કર્યો છે.’ રાહુલના આ વિધાને BJP અને શિવસેના બન્ને તેના પર તૂટી પડ્યાં હતાં.
શિંદેનો ઉદ્ધવ પર પ્રહાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાહુલ ગાંધીના આ બયાન પર ઉદ્ધવ ઠાકરેની ચુપકીદી પર તીખો હુમલો કરતાં કહ્યું હતું કે ‘શું આ જ તમારું હિન્દુત્વ છે? અગર બાળાસાહેબ ઠાકરે જીવતા હોત તો એવું બયાન સ્વીકાર કરનારાઓને ઊલટા લટકાવીને મરચું નાખી દેત. ઉદ્ધવ ડુપ્લિકેટ હિન્દુ છે. અસલી શિવસેના બાળાસાહેબની વિચારધારા પર ચાલે છે, ગઠબંધનની મજબૂરી પર નહીં.’


