ઈઓડબ્લ્યુએ કોરોનાના રોગચાળા દરમિયાન પ્રવાસીઓને ચોખા અને દાળમાંથી બનેલી ખીચડીના વિતરણમાં કથિત અનિયમિતતાના સંદર્ભમાં તપાસ શરૂ કરી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (ઈઓડબ્લ્યુ)એ બુધવારે શિવસેના (UBT)ના નેતા અમોલ કીર્તિકરની ૬.૩૭ કરોડ રૂપિયાના કથિત ખીચડી કૌભાંડ સંબંધમાં પૂછપરછ કરી હતી.
અધિકારીએ જણાવ્યા મુજબ લોકસભાના ભૂતપૂર્વ સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર બુધવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ સાઉથ મુંબઈના ક્રૉફર્ડ માર્કેટમાં ઈઓડબ્લ્યુના અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા. ઈઓડબ્લ્યુએ તેમની ૬.૩૭ કરોડના કથિત ખીચડી કૌભાંડ અંગે પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. ઈઓડબ્લ્યુએ કોરોનાના રોગચાળા દરમિયાન પ્રવાસીઓને ચોખા અને દાળમાંથી બનેલી ખીચડીના વિતરણમાં કથિત અનિયમિતતાના સંદર્ભમાં તપાસ શરૂ કરી છે. આ માટેનો કૉન્ટ્રૅક્ટ બીએમસી દ્વારા આપવામાં આવ્યો હતો. ઈઓડબ્લ્યુને શંકા છે કે અમોલ કીર્તિકરે કૉન્ટ્રૅક્ટરને ખીચડી વિતરણનો ઑર્ડર બેગ કરવામાં મદદ કરી હતી.
ADVERTISEMENT
ઈઓડબ્લ્યુનું આ પગલું બીએમસીની કથિત ૧૨,૦૨૪ કરોડ રૂપિયાની અનિયમિતતા સાથે સંબંધિત છે, જેનું અવલોકન કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ) દ્વારા કરાયું હતું. ગયા મહિને એજન્સીએ સેના (UBT) નેતા આદિત્ય ઠાકરેના નજીકના સહયોગી સૂરજ ચવાણની આ સંબંધમાં પૂછપરછ કરી હતી.


