ચેતન દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો હું આભાર માનું છું`
ડૉ. ચેતન ખેરાજ દેઢિયા
મહારાષ્ટ્ર સરકારે મુલુંડ-વેસ્ટમાં રહેતા અને લૅન્ડ ડેવલપમેન્ટનો વ્યવસાય કરતા ડૉ. ચેતન ખેરાજ દેઢિયાની સ્ટેટ માઇનૉરિટીઝ કમિશનના વાઇસ ચૅરપર્સનપદે પાંચ વર્ષના સમયગાળા માટે નિયુક્તિ કરી છે. હું છેલ્લાં પચીસ વર્ષથી સામાજિક ક્ષેત્રે કેટલીક સંસ્થાઓ સાથે જોડાયેલો છું એમ જણાવતાં ચેતન દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો હું આભાર માનું છું કે તેમણે મને આટલી મોટી જવાબદારી માટે લાયક ગણ્યો છે. મારે માઇનૉરિટીઝને થતી તકલીફો માટે કામ કરવાનું રહેશે જે હું જવાબદારીપૂર્વક કરીશ. આ ઉપરાંત જૈનોને રાજ્યના અનેક જિલ્લામાં પરેશાનીનો સામનો કરવો પડે છે એટલે તેમના માટે પણ હું મારી બનતી મહેનત કરીશ.’ માઇનૉરિટીઝ કમિશનના અધ્યક્ષ તરીકે નાગપુરના પ્યારે જિયા ખાનની નિયુક્તિ કરવામાં આવી છે.

