બુધવારે સવારે બનેલી ઘટનાની સાક્ષી દર્શન ચૌધરી નામની અન્ય મુસાફરે GRPને તાત્કાલિક ફરિયાદ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
દિવા સ્ટેશનથી સવારે લેડીઝ સ્પેશ્યલ ટ્રેનમાં ચડેલી મહિલા મુસાફર મુંબ્રા સ્ટેશન પહેલાં જ ચાલુ ટ્રેનમાંથી પડી ગઈ હતી. પૂજા શિંદે નામની આ મહિલા પડી ગઈ હોવાના સમાચાર મળતાં જ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) ઘટનાસ્થળ પર પહોંચી હતી ત્યારે તે ટ્રૅક પર ચાલીને પાછી આવતી હતી. પૂછપરછ કરતાં તેને કોઈ ઈજા થઈ ન હોવાનું જણાવ્યું હતું.
બુધવારે સવારે બનેલી ઘટનાની સાક્ષી દર્શન ચૌધરી નામની અન્ય મુસાફરે GRPને તાત્કાલિક ફરિયાદ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે પૂજા પડી ત્યારે ટ્રેન ધીમી હતી અને તે ઘાસવાળી જમીન પર પડી હતી. જો પાંચ મિનિટ પછી આ બનાવ બન્યો હોત તો તે ખાડીમાં પડવાની સંભાવના હતી.
ADVERTISEMENT
બૅલૅન્સ ખોરવાતાં ફુટબોર્ડ પર ઊભી રહેલી મહિલા મુસાફર પડી ગઈ હોવાની શક્યતા GRPએ દર્શાવી હતી. ઘટના બાદ GRPની મહિલા પોલીસ-અધિકારીએ પૂજા શિંદેને તેના ઘરે પહોંચાડી હતી.


