Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંજય રાઉતનો મોટો દાવો: "દેવેન્દ્ર ફડણવીસ ભારતના નવા શિક્ષણ મંત્રી બની શકે છે"

સંજય રાઉતનો મોટો દાવો: "દેવેન્દ્ર ફડણવીસ ભારતના નવા શિક્ષણ મંત્રી બની શકે છે"

Published : 25 July, 2026 06:19 PM | Modified : 25 July, 2026 06:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સંજય રાઉત માને છે કે દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રમાં લાવીને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે, સરકાર તરફથી હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. હાલમાં, દેશમાં જયંત ચૌધરી અને ડૉ. સુકાંત મજુમદારના રૂપમાં શિક્ષણ રાજ્યમંત્રીઓ પદ પર છે.

સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ

સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસ


ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈ, શનિવારના રોજ શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામા બાદ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત તરફથી એક મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. રાઉતે દાવો કર્યો હતો કે, " મહારક્ષત્રબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને દેશના નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરી શકાય છે."

આગામી શિક્ષણ મંત્રી કોણ હશે?



ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી, પ્રશ્ન એ ઉભો થાય છે કે આગામી શિક્ષણ મંત્રી તરીકે કોણ કાર્યભાર સંભાળશે? સંજય રાઉત માને છે કે દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રમાં લાવીને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે, સરકાર તરફથી હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. હાલમાં, દેશમાં જયંત ચૌધરી અને ડૉ. સુકાંત મજુમદારના રૂપમાં શિક્ષણ રાજ્યમંત્રીઓ પદ પર છે.


સંજય રાઉતે શું કહ્યું?

સંજય રાઉતે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનો અંગે, વિદેશી ભંડોળ અંગે અફવાઓ ફેલાવવામાં આવી હતી, અને સરકારી અધિકારીઓ આંદોલનને કચડી નાખવાની ધમકી આપી રહ્યા હતા. તેમણે ટિપ્પણી કરી હતી કે, "12 વર્ષ પછી, આપણે એક વિરોધ જોયો છે જેના કારણે એક કેન્દ્રીય મંત્રીને રાજીનામું આપવાની ફરજ પડી હતી." રાઉતે એ પણ નોંધ્યું હતું કે વિરોધ પ્રદર્શનો ફક્ત દિલ્હી સુધી મર્યાદિત નહોતા; પુણે અને મુંબઈમાં વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શનો કર્યા હતા.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)

ધારાસભ્યો અને સાંસદોને સાવધ રહેવાની સલાહ

સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહમંત્રી તરીકેની તેમની ક્ષમતામાં, તમામ મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો માટે સુરક્ષા વધારી દીધી છે. તેમણે અપીલ કરી હતી કે, "હું મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને બિનજરૂરી રીતે ફરવા ન જવા વિનંતી કરું છું, કારણ કે લોકો તમારાથી ખૂબ ગુસ્સે છે."

ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું કેમ આપ્યું?

NEET-UG 2026 પેપર લીક બાદ દેશભરના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને કાર્યકરો દિલ્હીના જંતર મંતર પર સતત વિરોધ પ્રદર્શન કરી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા હતા. આ વચ્ચે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. પોતાના રાજીનામા પત્રમાં તેમણે લખ્યું છે કે, "છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓથી મને ખૂબ જ દુઃખ થયું છે અને યુવાનોની લાગણીઓ પ્રત્યે આદર રાખીને હું રાજીનામું આપી રહ્યો છું." તેમણે આગળ લખ્યું કે, "હું ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારા માટે સમર્પિત છું." વડા પ્રધાનનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું, "હું પ્રધાનમંત્રીનો તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની સેવા કરવાની તક મળી તે બદલ આભાર માનું છું." જેથી હવે નવા શિક્ષણ પ્રધાન કોણ બનશે તેના પર બધાની નજર છે.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 06:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK