Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના ધારાવીની મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ મસ્જિદ પ્રશાસને જ તોડી પાડ્યું

મુંબઈના ધારાવીની મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ મસ્જિદ પ્રશાસને જ તોડી પાડ્યું

Published : 30 September, 2024 05:33 PM | Modified : 30 September, 2024 08:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Dharavi Mosque Demolition: આ કાર્યવાહીનો વિરોધ કરવા માટે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવતા થોડા સમય માટે વિસ્તારમાં તણવનો માહોલ સર્જાયો હતો.

ધારાવીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાનું શરૂ કર્યું (PTI)

ધારાવીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાનું શરૂ કર્યું (PTI)


મુંબઈના સ્લમ ધારાવીમાં એક ગેરકાયદેસર મસ્જિદના (Dharavi Mosque Demolition) બાંધકામને તોડી પાડવા માટે મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ટીમ પહોંચી હતી, જોકે આ કાર્યવાહીનો વિરોધ કરવા માટે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવતા થોડા સમય માટે વિસ્તારમાં તણવનો માહોલ સર્જાયો હતો અને થોડા પ્રમાણમાં પથ્થરમારો પણ થયો હતો. જોકે પોલીસે આ મામલો કાબૂમાં લીધો હતો અને મસ્જિદ પ્રશાસને પણ બીએમસીને આશ્વાસન આપ્યું હતું કે તેઓ પોતે જ ગરકાયદે બાંધેલા ભાગને તોડી પાડશું જેના પગલે ભરી પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


ધારાવીમાં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદનું અનધિકૃત બાંધકામ ટ્રસ્ટ દ્વારા જ તોડી પાડવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે મુંબઈ પાલિકાની (Dharavi Mosque Demolition) ટીમ મસ્જિદના બિનઅધિકૃત બાંધકામને તોડવા માટે આવી ત્યારે લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. જેના કારણે ધારાવીમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો. મામલો વણસતો જોઈ ખુદ ટ્રસ્ટે અનધિકૃત બાંધકામ દૂર કરવાની ખાતરી આપી હતી. આ અંતર્ગત સોમવારે ટ્રસ્ટ દ્વારા જ મસ્જિદ પરના અનધિકૃત બાંધકામને તોડી પાડવામાં આવ્યું.



ગયા અઠવાડિયે, મુંબઈના ધારાવીમાં (Dharavi Mosque Demolition) મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાને લઈને તણાવ ફેલાયો હતો. BMCની ટીમ ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો. લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા હતા. કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે અન્ય કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન BMCના અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓએ મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે આ મામલે ચર્ચા કરી હતી.


મુંબઈના ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદને BMC દ્વારા અનધિકૃત જાહેર કરવામાં આવી હતી. BMC અધિકારીઓની (Dharavi Mosque Demolition) કાર્યવાહી પહેલા જ મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર આવી ગયા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે અને તેની સામેની કાર્યવાહી ખોટી છે. મુંબઈ ઉત્તર મધ્યના સાંસદ પ્રો. વર્ષા ગાયકવાડે કહ્યું કે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા અને ધારાવીની મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદને BMC દ્વારા તોડી પાડવાની નોટિસ અંગે લોકોની લાગણીઓ વિશે તેમને જાણ કરી હતી. તેમ જ હવે આ મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે અને હવે તેને લીધે વિસ્તારમાં શાંતિ ભંગ ન થાય તે માટે પોલીસની ટીમોને પણ ગોઠવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2024 08:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK