બન્ને પાસેથી ૪૨ મોબાઇલ રિકવર કરવામાં આવ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
ટ્રેનમાં અને રેલવે-સ્ટેશને ગિરદીનો લાભ લઈ મોબાઇલ તફડાવતા બે ચોરને થાણે રેલવે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. કર્ણાટક અને તેલંગણના આ બે ચોર પાસેથી પોલીસે ૪૨ મોબાઇલ ફોન રિકવર કર્યા છે. રેલવે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૩ના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિજય ખેડકરે કહ્યું હતું કે ‘બન્ને પાસેથી ૪૨ મોબાઇલ રિકવર કરવામાં આવ્યા છે. એમાંથી ૨૩ મોબાઇલ તેમણે કલ્યાણ-ડોમ્બિવલી અને થાણે સ્ટેશન પરથી તફડાવ્યા હતા. અમે આ સંદર્ભે વધુ પૂછપરછ કરી રહ્યા છીએ.’

