Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક વ્હીલ પર બાઇક ચલાવવાનો સ્ટન્ટ ભારે પડ્યો પાછળ બેઠેલી યુવતીને

એક વ્હીલ પર બાઇક ચલાવવાનો સ્ટન્ટ ભારે પડ્યો પાછળ બેઠેલી યુવતીને

Published : 18 February, 2026 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ આઘાતજનક ક્ષણ કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. કંઈક ખોટું થયું છે એ જોયા પછી જ યુવાન મોટરસાઇકલ રોકે છે અને તેને મદદ કરવા દોડી જાય છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


એક બેદરકાર બાઇકસવારી ખતરનાક બની ગઈ હતી જ્યારે બાઇક ચલાવી રહેલા એક યુવાને અચાનક પાછળ બેઠેલી મહિલા સાથે એક વ્હીલ પર બાઇક ચલાવી. ત્યારે યુવતી સ્ટન્ટ કરવા જતાં સંતુલન ગુમાવી દેતાં સીટ અને પાછળના ટાયર વચ્ચે ફસાઈ ગઈ હતી જેના કારણે તેને ઈજા થઈ હોવાનું કહેવાય છે. વાઇરલ વિડિયોએ ઑનલાઇન આક્રોશ ફેલાવ્યો હતો જેમાં ઘણા નેટિઝનોએ બેદરકાર સ્ટન્ટ-સવારી અને હેલ્મેટ પહેરવામાં યુગલની બેદરકારી ટીકા કરી હતી.

ક્લિપમાં મહિલા પાછળ બેઠેલી જોઈ શકાય છે. જ્યારે મોટરસાઇકલ રસ્તા પર આગળ વધે છે ત્યારે આરામથી ચાલે છે. શરૂઆતમાં બધું સામાન્ય લાગે છે, તેણે યુવાનને પાછળથી પકડી રાખ્યો છે. જ્યારે યુવાન અણધારી રીતે બાઇકના આગળના વ્હીલને જમીન પરથી ઉપાડીને વ્હીલી કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સ્ટન્ટ કરવાના ચક્કરમાં યુવતી સીટની નીચેના પોર્શન પર મૂવ થતી દેખાય છે અને પછી ક્ષણમાત્રમાં પરિસ્થિતિ ઝડપથી વણસી જતી જણાય છે. 



તેના પગ અને તેના ધડનો નોંધપાત્ર ભાગ ફસાઈ જાય છે, જેના કારણે તેને ઈજાઓ થઈ હતી. આ આઘાતજનક ક્ષણ કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. કંઈક ખોટું થયું છે એ જોયા પછી જ યુવાન મોટરસાઇકલ રોકે છે અને તેને મદદ કરવા દોડી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK