TMCના ડેપ્યુટી કમિશનર શંકર પટોળે અને TMCના એન્ક્રોચમેન્ટ કન્ટ્રોલ ઍન્ડ ઇવિક્શન ડિપાર્ટમેન્ટના હેડ ઓમકાર ગાયકરની પહેલી ઑક્ટોબરે ACBએ ધરપકડ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
૨૫ લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ડેપ્યુટી કમિશનર અને અન્ય બે લોકોની જામીનઅરજી સ્થાનિક કોર્ટે ફગાવી દીધી હતી.
સરકારી વકીલ, ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)ના અધિકારીઓ અને અરજદારોના વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સાંભળ્યા પછી ઍડિશનલ સેશન્સ જજ એસ. એસ. શિંદેએ જામીન નામંજૂર કર્યા હતા.
ADVERTISEMENT
TMCના ડેપ્યુટી કમિશનર શંકર પટોળે અને TMCના એન્ક્રોચમેન્ટ કન્ટ્રોલ ઍન્ડ ઇવિક્શન ડિપાર્ટમેન્ટના હેડ ઓમકાર ગાયકરની પહેલી ઑક્ટોબરે ACBએ ધરપકડ કરી હતી. આ કેસના ત્રીજા આરોપી સુશાંત સુર્વેએ બે દિવસ પછી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્રણેય આરોપીઓ હાલમાં જુડિશ્યલ કસ્ટડીમાં છે.


