મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અન્ય શહેરોમાં કોરોના સંક્રમણના દરમાં વધારો જોઈને સીએમ ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓ સાથે આ બેઠક યોજીને આગળની કાર્યવાહી અંગે પણ ચર્ચા કરી છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ફરી એકવાર કોરોના વાયરસ પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા. જ્યાં ફરી એકવાર મુંબઈની લોકલ ટ્રેનોમાં ફેસ માસ્ક ફરજિયાત બનાવવાના મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી. ટાઇમ્સ નાઉએ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અન્ય શહેરોમાં કોરોના સંક્રમણના દરમાં વધારો જોઈને સીએમ ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓ સાથે આ બેઠક યોજીને આગળની કાર્યવાહી અંગે પણ ચર્ચા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માસ્કને ફરજિયાત કર્યા પછી, કોરોનાના વધતા કેસોની ગતિ ધીમી થઈ શકે છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે. અગાઉ, જ્યારે એપ્રિલમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો. તે સમયેની સ્થિતિને જોતા માસ્ક ફરજિયાત પહેરવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો હતો, પરંતુ હવે ફરી એકવાર મુંબઈ, થાણે, પુણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. તેથી હવે તંત્ર આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું.


