ચાર તબક્કામાં અમલમાં મુકાનારી આ યોજનામાં ફાસ્ટ ટ્રેનના કૉરિડોરને અગ્રક્રમ આપવાની ભલામણ
ફાઇલ તસવીર
એક રેલવે કન્સલ્ટન્ટે મુંબઈની નિયમિત લોકલ ટ્રેનોને એસી ટ્રેનોમાં બદલવા માટે તબક્કાવાર યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ વ્યૂહરચના ૧૮ મહિનાથી આશરે એક દાયકા સુધીના ચાર તબક્કામાં ફેલાયેલી છે. મુંબઈવાસીઓ માટે મુંબઈ લોકલ ટ્રેનોના સમગ્ર કાફલાને એસી ટ્રેનમાં રૂપાંતરિત કરવાની લાંબા ગાળાની યોજના છે. આ પૈકી ૨૩૮ મુંબઈ-કસ્ટમાઇઝ્ડ એસી લોકલ ટ્રેનો, એમયુટીપી-૩ હેઠળ ૪૭ અને એમયુટીપી-૩એ હેઠળની ૧૯૧ની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ ટ્રેનો ઇનબિલ્ટ ઇન્ફોટેનમેન્ટ, અપડેટેડ સીસીટીવી સિસ્ટમ્સ અને એક્સેલરેશન ધરાવે છે. ન્યૂનતમ પ્રવાસી વિક્ષેપ સાથેના આ ટ્રાન્ઝિશનને નેવિગેટ કરવા માટે મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)એ સિસ્ટ્રાને સલાહકાર તરીકે નિયુક્ત કરી છે. એક અધિકારીએ કહ્યું હતું કે ઉદ્દેશ નૉન-એસીથી એસી ટ્રેનોનું માઇગ્રેશન એ રીતે કરવાનો છે જેમાં મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય.
કન્સલ્ટન્ટે તાજેતરમાં એસી લોકલના તબક્કાવાર ઇન્ડક્શનની રૂપરેખા આપતો વચગાળાનો અહેવાલ સબમિટ કર્યો હતો; જેમાં અસરકારક સંદેશવ્યવહાર, ભાડું કેટલું હોવું જોઈએ એ અને શરૂઆતમાં ફાસ્ટ ટ્રેનના કૉરિડોર ઇન્ટ્રોડક્શન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ચાર તબક્કામાં આ રીતે વિભાજિત છે : પ્રિપરેશન, લર્નિંગ, બિલ્ડ-અપ અને એક્સેલરેટેડ ઇન્ડક્શન.
ADVERTISEMENT
તૈયારીના શરૂઆતના તબક્કામાં શિડ્યુલ્ડ ઇન્ડક્શન, ટ્રેઇનિંગ ઑપરેશનલ અને સ્ટાફનું મેઇન્ટેનન્સ અને ટ્રાયલ રનનો સમાવેશ થાય છે. લર્નિંગ તબક્કો નવી એસી ટ્રેન ઇન્ડક્શનની શરૂઆત કરે છે, જે અત્યારની ૧૦ ટકા સર્વિસને લાગુ પડે છે. બિલ્ડ-અપ તબક્કો નૉન-એસી ટ્રેનોને એસી ટ્રેનોમાં તબદિલ કરે છે અને છેલ્લે એક્સેલરેટેડ ઇન્ડક્શન ફેઝ ૨૪ ટકાથી વધુની સર્વિસ એસી રૅક સાથે ચાલે છે.