વરસાદના કારણે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ગઈ કાલે હળવાંથી મધ્યમ ઝાપટાં દિવસભર પડતાં રહ્યાં હતાં. હવામાન ખાતાએ ઑરેન્જ અલર્ટ જાહેર કરી હતી અને એ આગાહી મુજબ વરસાદ પડ્યો હતો. ગઈ કાલે સવારે ૮ વાગ્યાથી સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં કોલાબામાં ૭૮.૬ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૪૧.૨ મિલીમીટર વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ આજે પાલઘર, થાણે, રાયગઢમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે, પણ મુંબઈમાં યલો અલર્ટ જાહેર કરી છે. આજે પણ મુંબઈમાં ભારે ઝાપટાં પડતાં રહેવાની શક્યતા છે.
દરમ્યાન હાલમાં પડી રહેલા વરસાદના કારણે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. ગઈ કાલે મુંબઈની કુલ જરૂરિયાતનો ૩૮ ટકા પાણીનો સ્ટૉક થઈ ગયો હતો. જ્યારે ગયા વર્ષે આ જ સમય દરમ્યાન પાણીનો સ્ટૉક ૩૫ ટકા હતો એમ સુધરાઈએ જણાવ્યું હતું.