અગાઉ બાવીસમી જૂને મીરા રોડના પેણકરપાડા વિસ્તારના ખાડામાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું.
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદર-વેસ્ટના ઉત્તનમાં છ વર્ષનું બાળક વરસાદના પાણીથી ભરેલા ખાડામાં ડૂબી ગયું હતું. ઉત્તન પોલીસ-સ્ટેશનમાં આ બાબતે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. ૬ વર્ષના બાળકનું નામ કિરણ કોલર છે. કાશીમીરામાં રહેતો કિરણ થોડા દિવસ પહેલાં તેની મમ્મી સાથે ઉત્તનના યેડુ કમ્પાઉન્ડમાં તેની દાદી સાથે રહેવા આવ્યો હતો. ગઈ કાલે સવારે કિરણ રમવા નીકળ્યો હતો અને લાંબા સમય સુધી ન દેખાતાં તેની મમ્મી તેને શોધી રહી હતી. એથી શંકા હતી કે તે પાણીમાં ડૂબી ગયો હતો. એટલે ફાયર વિભાગે ખાડામાં સર્ચ-ઑપરેશન કર્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે ભાઈંદરની હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. એક મહિનામાં આ બીજી ઘટના છે. અગાઉ બાવીસમી જૂને મીરા રોડના પેણકરપાડા વિસ્તારના ખાડામાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું.