વનતારાની ટીમે મઠ નજીક રીહૅબ સેન્ટર ઊભું કરવા માટે પણ તૈયારી બતાવી હતી. રાજ્ય સરકારની પસંદગીના સ્થળે તેઓ સેન્ટર ઊભું કરશે
હાથણી મહાદેવી માધુરી
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે વન્યજીવ કેન્દ્ર વનતારા સાથે બેઠક યોજી હતી. એમાં કોલ્હાપુર જિલ્લાના શિરોલ તાલુકામાં આવેલા નાંદણી મઠની હાથણી મહાદેવી માધુરીને જામનગરના વનતારામાંથી પાછી લાવવા માટે સુપ્રીમ કોર્ટને કરવાની અરજીમાં વનતારા પણ પક્ષકાર તરીકે જોડાશે એમ ખાતરી આપવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી હતી.
વનતારાની ટીમે મઠ નજીક રીહૅબ સેન્ટર ઊભું કરવા માટે પણ તૈયારી બતાવી હતી. રાજ્ય સરકારની પસંદગીના સ્થળે તેઓ સેન્ટર ઊભું કરશે એવું પણ તેમણે જણાવ્યું હતું તેમ જ અગાઉ નિવેદન કર્યા મુજબ ફરીથી ખાતરી આપી હતી કે તેઓ માત્ર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે માધુરીની દેખરેખ કરી રહ્યા હતા, હાથણીની કસ્ટડી મેળવવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો.


