Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કળિયુગમાં લતાયુગ માણવા મળ્યો એ દેશનું ગૌરવ છે

કળિયુગમાં લતાયુગ માણવા મળ્યો એ દેશનું ગૌરવ છે

Published : 20 November, 2023 12:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લતા મંગેશકરની સ્મૃતિમાં બંધાનારા ભારત રત્ન લતા મંગેશકર સંગીત વિદ્યાલયના ભૂમિપૂજનના અવસરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે હાલ રાજ્યના રાજકારણનો સૂર બેસૂરો ચાલી રહ્યો છે

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે


થાણેમાં લતા મંગેશકરની સ્મૃતિમાં બંધાનારા ભારત રત્ન લતા મંગેશકર સંગીત વિદ્યાલયના ભૂમિપૂજનના અવસરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકોને સંબાધતાં કહ્યું હતું કે હાલ રાજ્યના રાજકારણનો સૂર બેસૂરો ચાલી રહ્યો છે.


મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે થાણેમાં આ ઉપરાંત અન્ય લોકોપયોગી પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. લોકોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘લોકોએ લતા મંગેશકર એરા જોયો છે જ્યારે તેઓ પોતાનાં મધુર ગીતોથી લોકોને મુગ્ધ કરી દેતાં હતાં. ઘણા યુગ હોય છે જેમાં આ એક કળિયુગ છે અને એમાં આપણને લતા યુગ માણવા મળ્યો એ દેશનું ગૌરવ છે. તેમણે ગાયેલાં ગીતોએ અનેક લોકોની જિંદગી બનાવી દીધી છે. તેમના નામનું આ જે વિદ્યાલય બની રહ્યું છે એથી તેમની સ્મૃતિ જળવાઈ રહશે અને તેમનો વારસો આગળની પેઢીને મળી શકશે.’



રાજ્યના હાલના રાજકારણ બાબતે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે ‘રોજ સવાર પડે ને કોઈ એક કાગડો આખો દિવસ કા...કા... કર્યે રાખે છે અને આખું વાતાવરણ ખરાબ કરી નાખે છે. હાલ રાજ્યના રાજકારણમાં બધું બેસૂરું ચાલી રહ્યું છે.’


આ ઉપરાંત તેમણે મુંબઈમાં જે રીતે ઍર પૉલ્યુશન ખાળવા રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે એ રીતે થાણેમાં પણ રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવે એવો આદેશ આપ્યો હતો. એ સિવાય તેમણે થાણેના કૂવાઓને સાફ કરવા રાજ્ય સરકાર તરફથી ૫૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2023 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK