દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જાહેર કર્યું હતું કે આગામી ૪ વર્ષમાં ૩ કિલોમીટરના રેડિયસમાં આવતી દરેકેદરેક વ્યક્તિને પ્રાથમિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
આખા દેશની બેસ્ટ હેલ્થ સર્વિસ મહારાષ્ટ્રમાં ઊભી કરવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું સપનું ટૂંક સમયમાં જ પૂરું થવાની શક્યતા છે. દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જાહેર કર્યું હતું કે આગામી ૪ વર્ષમાં ૩ કિલોમીટરના રેડિયસમાં આવતી દરેકેદરેક વ્યક્તિને પ્રાથમિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સ્વ. ભાનુતાઈ ગડકરી મેમોરિયલ ડાયગ્નોસ્ટિક સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે ચિંતા વ્યક્ત કરી હતી કે ટેક્નૉલૉજીમાં ઍડ્વાન્સમેન્ટ આવવાને કારણે સારવારનો ખર્ચો પણ વધી રહ્યો છે, તેથી સરકારે હવે વાજબી દરે આ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરાવવી અનિવાર્ય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ માટે કામ કરી રહી છે એમ આશ્વાસન આપતાં તેમણે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ત્રીજા તબક્કાની એટલે કે ઍડ્વાન્સ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે પણ પ્રાઇમરી ટ્રીટમેન્ટની વાત આવે ત્યાં થોડી કસર રહી જાય છે. આ કસર દૂર કરવા માટે ૬૦ ટકા ભંડોળ પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે અને ૪૦ ટકા ભંડોળ ઍડ્વાન્સ ટ્રીટમેન્ટને આપવું જોઈએ.


