રાજ્ય સરકારે કૅબિનેટની મીટિંગમાં મુંબઈનાં આઠ રેલવે-સ્ટેશનના નવા નામકરણને મંજૂરી આપી હતી, પરંતુ અન્ય ચાર સ્ટેશનનાં નામ બદલવાના પ્રસ્તાવ મુલતવી રાખ્યા હતા.
બાળાસાહેબ ઠાકરે
રાજ્ય સરકારે કૅબિનેટની મીટિંગમાં મુંબઈનાં આઠ રેલવે-સ્ટેશનના નવા નામકરણને મંજૂરી આપી હતી, પરંતુ અન્ય ચાર સ્ટેશનનાં નામ બદલવાના પ્રસ્તાવ મુલતવી રાખ્યા હતા. જે ચાર સ્ટેશનને રી-નેમ કરવાનું સ્થગિત રાખવામાં આવ્યું છે એમાં ચર્ચગેટ, ગ્રાન્ટ રોડ, બાંદરા ટર્મિનસ અને રે રોડનો સમાવેશ થાય છે. આ સ્ટેશનોને અનુક્રમે બાળાસાહેબ ઠાકરે, ગામદેવી, ડૉ. બાબાસાહેબ આંબેડકર બાંદરા ટર્મિનસ, ઘોડપદેવ નામ આપવાનો પ્રસ્તાવ છે. નાશિક રોડને નાશિક કરવાનો પણ પ્રસ્તાવ હતો. આ તમામ પ્રસ્તાવ શા માટે મુલતવી રાખવામાં આવ્યા છે એનું કારણ સામે આવ્યું નથી.



