° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


Chaitra Navratri 2021: આજે નવરાત્રિ અને ગુડી પાડવાના દિવસે કરો આ કામ

13 April, 2021 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

માતા શક્તિની ઉપાસનાનો તહેવાર મંગળવાર એટલેકે આજથી શરૂ થઈ રહ્યો છે. આ મહાપર્વને લઈને મંદિરોમાં ઉત્તેજનાનું વાતાવરણ સર્જાયું છે. ઘર-ઘરમાં ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપનાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

માતા શક્તિની ઉપાસનાનો તહેવાર મંગળવાર એટલેકે આજથી શરૂ થઈ રહ્યો છે. આ મહાપર્વને લઈને મંદિરોમાં ઉત્તેજનાનું વાતાવરણ સર્જાયું છે. ઘર-ઘરમાં ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપનાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તમે દેવીની પૂજા, ઉપાસના અને અર્ચના જરૂર કરો, પરંતુ કોરોના રોગચાળાને રોકવાના નિયમોનું પણ પાલન કરવું જોઈએ. ભૂલશો નહીં કે ગયા વર્ષની જેમ આ વખતે પણ આ તહેવારમાં રોગચાળાની છાયા છે, પરંતુ આ વખતે તેણે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે.

ચૈત્રી નવરાત્રીને લઈને દેવી સ્થળો  પર ઉત્સવનું વાતાવરણ, ઘરે જ કરો તૈયારી

ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસથી વિક્રમ સંવતનો નવ સંવત્સર પણ શરૂ થઈ જાય છે. મહારાષ્ટ્ર અને ગોવા સહિતના કોંકણ ક્ષેત્રમાં આજના દિવસે ગુડી પાડવા પણ ઉજવવામાં આવે છે. આ વખતે 22 એપ્રિલના રોજ ચૈત્રી નવરાત્રીનું સમાપન થઈ રહ્યું છે. ચૈત્રી નવરાત્રીના નવમાં દિવસે ભગવાન રામના જન્મદિવસના રૂપે ઉજવાય છે. એને રામનવમી પણ કહેવાય છે. રાક્ષસનો દુષ્ટ નાશ કરનારી માતા દુર્ગાના આર્શીવાદ મેળવવા ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને અનેક ધાર્મિક વિધિઓ પણ કરે છે. દેવી મંદિરોમાં ભીડ તો થાય જ છે, સાથે ભજન-કીર્તનની રમઝટ આખા વાતાવરણમાં સંભળાય છે અને મનને પ્રફૂલ્લિત કરે છે. આ વખતે કોરોના વાઈરસના કારણે વાતાવરણ કંઈક અલગ જ છે.

આરાધના, ઉપાસના અને અર્ચના સાથે દરેક સાવચેતીનું પણ ધ્યાન રાખવું

ગયા વર્ષની જેમ આ વખતે મંદિરને બંધ કરવામાં નથી આવ્યા, પરંતુ એક સમયે પાંચથી વધું શ્રદ્ધાળુંઓને મંદિરમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને ભીડથી બચવા અને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. જો તમે ઉપવાસ રાખો છો તો તે પણ ધ્યાન રાખો કે ખાલી પેટ ન રહેશો, પોતાને કમજોર ન થવા દો, કારણકે કમજોર લોકોને કોરોના વાઈરસ ઝડપથી પોતાના ચપેટમાં લે છે. એટલે ઉત્સાહથી પર્વની ઉજવણી કરો, પણ કોરોના રોગચાળાથી બચાવવાના ઉપાયોના ઈમાનદારી અને પ્રામાણિક્તા સાથે પગલાં પણ અનુસરો. 

13 April, 2021 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

આ કૉન્સ્ટેબલ છે મૃતકો માટે મસીહા

નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા સૂરજ ગલાન્ડેએ અત્યાર સુધીમાં ૯૦૦થી વધારે મૃતદેહોનાં પોર્સ્ટમૉર્ટમ કરાવ્યાં છે. એટલું જ નહીં, અમુક લાવારિસ ડેડ બૉડીની અંતિમક્રિયા પણ તેઓ પોતે જ કરી નાખે છે

12 May, 2021 07:39 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

આને કહેવાય ખરી હિંમત : હૉસ્પિટલોએ ના પાડી તો ઘરે 99 વર્ષનાં બાને સાજાં કર્યાં

ઘાટકોપરનાં નીલમ ભટ્ટને ૯૯ વર્ષનાં કોરોનાગ્રસ્ત સાસુને હૉસ્પિટલ એકલાં મૂકવા નહોતાં અને હૉસ્પિટલ તેમને સાથે રાખવા તૈયાર નહોતી. અધૂરા પૂરું દીકરાને પણ કોરોના થયો. નીલમબહેને હિંમત હાર્યા વિના બંનેની સારવાર ઘરે જ કરાવી અને આજે બંને કોરોના-મુક્ત છે

12 May, 2021 07:05 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

45 પ્લસમાંના 50 ટકાનો વીકમાં ડ્યુ સેકન્ડ ડોઝ તેમને મળશે ખરો?

શહેરમાં રસીની તીવ્ર અછત સર્જાતાં ઉદ્ભવેલી સમસ્યાઓનો કોઈ ઉકેલ દેખાઈ રહ્યો નથી એમાં નાગરિકો સામે હવે નવો પડકાર ઊભો થયો છે.

12 May, 2021 07:07 IST | Mumbai | Prajakta Kasale

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK