Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ઍરપોર્ટ પર આફ્રિકન દેશનો નાગરિક ૧.૪૫ લાખ US ડૉલર સાથે ઝડપાયો

મુંબઈ ઍરપોર્ટ પર આફ્રિકન દેશનો નાગરિક ૧.૪૫ લાખ US ડૉલર સાથે ઝડપાયો

Published : 05 June, 2026 10:25 AM | Modified : 05 June, 2026 10:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૅસેન્જર આફ્રિકન દેશ ચાડનો નાગરિક હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના T-2 પર બુધવારે મધરાતે ઍરપોર્ટની સિક્યૉરરિટી સંભળાતી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના અધિકારીઓએ એક પૅસેન્જરની ચકાસણી કરતાં તેની પાસેથી ૧.૩૯ કરોડ રૂપિયાના ૧.૪૫ લાખ US ડૉલર મળી આવ્યા હતા. એ પૅસેન્જર આફ્રિકન દેશ ચાડનો નાગરિક હતો અને ઇથિયોપિયન ઍરલાઇન્સની ફ્લાઇટમાં ચાડની રાજધાની જઈ રહ્યો હતો. CISFના અધિકારીઓને તેના બૅગેજમાંથી ૧.૪૫ લાખ US ડૉલર મળી આવ્યા હતા જેનો તે સંતોષકારક ખુલાસો કરી શક્યો નહોતો. ત્યાર બાદ તેની સોંપણી વધુ તપાસ માટે કસ્ટમ્સને સોંપવામાં આવી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK