મુંબ્રા-ટ્રૅજેડી કેસમાં એન્જિનિયરો સામે નોંધાયેલો FIR પાછા ખેંચવા સેન્ટ્રલ રેલવે મજદૂર સંઘની ચેતવણી, નહીંતર આંદોલન
મુંબ્રા સ્ટેશન
મુંબ્રા-ટ્રૅજેડી કેસમાં એન્જિનિયરો સામે નોંધાયેલો FIR પાછા ખેંચવા સેન્ટ્રલ રેલવે મજદૂર સંઘની ચેતવણી, નહીંતર આંદોલન
મુંબ્રા-ટ્રૅજેડી કેસમાં ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) દ્વારા નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં બે રેલવે-એન્જિનિયરોનાં નામનો સમાવેશ કરવા સામે સેન્ટ્રલ રેલવે મજદૂર સંઘ (CRMS)ના મુંબઈ વિભાગે વિરોધ કર્યો છે. જો FIR પાછો ખેંચવામાં નહીં આવે તો યુનિયને આંદોલનની ચીમકી આપી છે. ડિવિઝનલ રેલવે મૅનેજર (DRM)ને લખેલી નોટિસમાં CRMSના ડિવિઝનલ સેક્રેટરી સંજીવ કુમાર દુબેએ જણાવ્યું હતું કે યુનિયન ૬ નવેમ્બરે સાંજે ૪.૩૦ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે DRMની ઑફિસની બહાર વિરોધ-મોરચો કરશે. નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો FIR પાછો ખેંચવામાં નહીં આવે તો તેમની હડતાળથી ટ્રેન-સંચાલન પ્રભાવિત થઈ શકે છે, એના માટે CRMS જવાબદાર નહીં રહે.


